News of Monday, 30th September 2024
કેશોદમાં પુત્રની સ્કોલરશીપ માટે દાખલો મેળવવા જતા મહિલાની લાજ લુંટાઇ
પોલીસે માણેકવાડાના શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મ એટ્રોસીટી ધાકધમકીનો ગુનો નોંધાયો

કેશોદ,તા. ૩૦: કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને પોતાના અભ્યાસ કરતાં પુત્રની સ્કોલરશીપ મેળવવા દાખલાની જરૂરિયાત હોય જરૂરી આધાર પુરાવાઓ સાથે માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીએ જતાં હાજર વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાએ આધાર પુરાવાઓ લઈને બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું. કેશોદ બસ સ્ટેન્ડ પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ફોન કરતાં બસ સ્ટેન્ડ સામે ગલીમાં આવેલ ખુશ્બુ હોટલમાં રૂમ નંબર ૧૦૯ માં બોલાવેલ ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની ૧૪ વર્ષની પુત્રીને લઈ હોટલના રૂમમાં પ્રવેશતાં દરવાજો બંધ કરી મહિલાને છરી બતાવી ધાકધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતાં મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન પર પહોંચી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી. એ. જાદવ સમક્ષ હકીકત જણાવતાં ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયતના વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨) (એમ), ૩૫૧(૩) એટ્રોસીટી એકટ ૩(૧) (ડબલ્યુ) , ૩(૧) (આર) (એસ) , જીપીએ કલમ ૧૩૫ હેઠળ દુષ્કર્મ, એટ્રોસીટી્ ધાકધમકી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી ઠકકરના માર્ગદર્શન હેઠળ આરોપી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
