News of Monday, 30th September 2024
જેતપુર રહેતાં યુપીના સુરેન્દ્રનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થયું

રાજકોટ તા. ૩૦: જેતપુરમાં પાંચ પીપળીયા રોડ પર શ્રીપાર્ક નવાગઢમાં રહેતાં સુરેન્દ્ર સિતારામ પાસી (ઉ.વ.૨૫) નામનો યુવાન ઘરે બેભાન થઇ જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર સુરેન્દ્ર મુળ યુપી અલ્હાબાદનો વતની હતો. જેતપુરમાં તે પરિવાર સાથે રહી કારખાનામાં મજૂરી કરતો હતો. અગાઉ પેટમાં દુઃખાવો ઉપડયો હોઇ ઓપરેશન કરાવ્યું હતું. ગઇકાલે ફરી દુઃખાવો શરૂ થતાં બેભાન જેવો થઇ જતાં હોસ્પિટલે ખસેડયો હતો. પણ જીવ બચ્યો નહોતો. મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
