<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

પોરબંદરમાં સાંસ્‍કૃતિક વારસાને જાળવતી ભદ્રકાલી ગરબીને ૯૯ વર્ષ પૂર્ણ

દીવેચા કોળી સમાજની પ્રાચીન ગરબીનું સ્‍થાપનાની શતાબ્‍દી પૂર્ણ થવા તરફ પ્રયાણ : લાઉડ સ્‍પીકર વિનાની અને માત્ર પુરૂષો માટેની વર્ષોજુની ગરબી : ગરબીમાં રમનારા પુરૂષોને ટોપી પહેરવાનું ફરજીયાત હોય છે : વિશિષ્‍ટ ગરબીની અગાઉ અમેરિકાની યુનિવર્સિટીએ ડોકયુમેન્‍ટરીની બનાવીને વિશ્વભરમાં પ્રસિધ્‍ધી અપાવી હતી : એક પુરૂષના મુખે ગવાતા ગરબાને અન્‍ય પાંચ પુરૂષો ઝીલી લેતા ઉભું થતું અલૌકિક વાતાવરણ : આજના વ્‍યાપારીકરણના યુગમાં ટકી રહેલી એક અનોખી ગરબી : પ્રાચીન ગરબીમાં રામ-સિતા, શિવ-પાર્વતી સહિત ધાર્મિક પાત્રમાં વેશ ધારણ કરતા પુરૂષો

પોરબંદર, તા., ૩૦: આજના વ્‍યાપારણીકરણના યુગમાં ટકી રહેલી અને સાંસ્‍કૃતિક વારસાને જાળવતી ભદ્રકાલી માતાજીની પ્રાચીન ગરબીને આ વર્ષે ૯૯ વર્ષ પૂર્ણ થયા છે.

દીવેચા કોળી સમાજની આ પ્રાચીન સંસ્‍કૃતિની ગરબી તેની સ્‍થાપનાની શતાબ્‍દી વર્ષ પુર્ણ થવા તરફ પ્રયાણ માંડી રહી છે.

લીમડા ચોક ખાતે શ્રી ભદ્ર કાળી માતાજી મંદિરના પરિસર માં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્‍કળતિ ને અનુરૂપ ચલાવતા ગરબી મંડળને ૯૯ વર્ષ પુરા થયેલ છે. આવતા વર્ષે નવરાત્રીમાં ૧૦૦ વર્ષ પુરા થતા હોવાથી આ વર્ષ ગરબી મંડળ શતાબ્‍દી મહોત્‍સવ ઉજવાશે તેથી તૈયારીનું આયોજન કરવામાં આવેલ  ૯૯ વર્ષથી યોજાતી અનોખી ગરબીમાં  માઈક વિના શ્રી માતાજીના ગુણ ગાન ગાવાની પરમ્‍પરા આજે પણ જળવાઈ રહી છે. આ ગરબીમાં માત્ર પુરુષો જ રમી શકે છે. ગરબી રમનારા પુરુષોએ ટોપી પહેરવી  ફરજિ યાત  છે. વર્ષો પહેલા અમેરિકાની ડ્‍યુક યુનિવર્સિટીએ આ ગરબીની ડોકયુમેન્‍ટરી  ફિલ્‍મ બનાવી હતી.

સરકારી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ ના પૂર્વ પ્રિન્‍સિપાલ અને હાલમાં ગોઢાણીયા બી. એડ. કોલેજ ના ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણી કાર ડો. ઈશ્વરભાઈ ભરડાએ એક મુલાકાતમાં  જણાવ્‍યું હતું કે, મા શક્‍તિની ઉપાસના થી માનવ રુદયમાં માનવતા  પ્રગટે એવા શુભ હેતુ થી દિવેચા  કોળી સમાજ ની ભદ્ર કાલી માતાજી ગરબીમંડળની સ્‍થાપના વિક્રમ સવન્‍ત ૧૯૮૧ માં કોળી સમાજના  અગ્રણી સ્‍વ. જાદવભાઈ સોલન્‍કી તથા તેના મિત્રોએ કરી હતી. સ્‍વ. જાદવભાઈએ શ્રી ભદ્રકાલી માતાજીના ગરબાની  સ્‍વરચના કરી હતી. સ્‍વર, તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે.

જ્‍યા માત્ર પુરષો જ ગરબી રમે છે. જ્‍યાં માઇકનો ઉપયોગ થતો નથી પ્રદૂષણ મુક્‍ત ગરબી છે. અને આ ગરબી રમનારા પુરુષો માથે મોતી ભરેલી ભાતીગળ વિશિષ્ટ પ્રકારની  ટોપી ફરજિયાત પહેરે છે. તેવી સૌરાષ્‍ટ્ર ની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે.  આ ગરબીમાં ડિસ્‍કો  ધૂનમાં ફાવે તેમ  રંગે ઢ ન્‍ગે કે ઢાલ ના ગીતો ગવાતા નથી. માત્ર ભદ્રકાલી  માતાજીના ગરબા વચ્‍ચે ફરતા કોઈ પણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે અને પુરુષો ફરજીયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવાની હોય છે.

  આ આદ્યશક્‍તિના પર્વમાં ભદ્રકાળી માતાજી મંદિરની ગરબીમાસ્ત્રી ઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે. ગરબીમાં માથું ઉઘાડું ચાલે નહિ નવાઈની વાત એ છે કે, આજના આધુનિક યુગમાં ટોપી  પહેરીને આ માતાજીના ગરબા રમવાનું ગૌરવ મહેસુસ કરે છે.

ગરબીમાં આજે પણ દિવેચા કોળી સમાજ ભદ્ર કાલી માતાજી ગરબી મંડળના પ્રમુખ શ્રી રામજી ભાઈ બામણીયાની રાહબરી હેઠળ વિવિધ ભારતીય સંસ્‍કળતિને વેષભુષામાં પણ ધોરણો જાળવી રાખ્‍યા છે.  રામ -સીતા, શિવ - પાર્વતી, રાધા -ક્રિષ્‍ના નારદજી, ગણપતિજી, ભીષ્‍મ પિતામહ, લવ -કુશ, હનુમાનજી, જેવા અનેક  દેવી - દેવતા ના વેષમાં પુરુષો ધારણ કરીને માતાજીના ગરબા  અન્‍ય પુરુષો સાથે ગાય છે.  રમે છે. આ વેષ ભૂષા સાથે રમતા દેવ - દેવતાઓને વાલીઓ પોતાના બાળકોમાં સંસ્‍કાર ઘડતર થાય તે માટે જોવા માટે બાળકો સાથે પરિવાર ભાગીદાર બને છે.   

 પોરબંદર સૌરાષ્‍ટ્ર સહીત ગુજરાત ના ગૌરવ રૂપ સાંસ્‍કળતિક વારસાને સાચવતી  એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળીજ્ઞાતિના આગેવાનો અને યુવા કાર્યકરોના ફાળે જાય છે  

આ ગરબીની વિશેષતા એ રહી છે કે ગરબીમાં લાઉડ સ્‍પીકર રાખવાની મનાઈ છે. દૈવી શક્‍તિની ઉપાસનાના ગુણ ગાન ગાવા અને ગવડાવવા એ આ ગરબી નો મુખ્‍ય ઉદેશ્‍ય રહ્યો છે. સાંદિપની વિદ્યા નિકેતન ના ણેતા રાષ્‍ટ્રીય સંત ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના સાનિધ્‍યમાં આ નવ રાત્રી નો ૭૫  વર્ષનો અમળત મહોત્‍સવ તરીકે ભવ્‍ય રીત ઉજવાયો હતો તે સમયે ભાઈ શ્રી એ આશીર્વાદ આપ્‍યા હતા કે  આ ગરબીનો શતાબ્‍દી મહોત્‍સવ ઉજવાય તેવી અભિલાષા સેવું છું ભાઈશ્રીના આશીર્વાદથી આ વર્ષ  ગરબીનો શતાબ્‍દી મહોત્‍સવ ની ભવ્‍ય ઉજવણી  કરવાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આ ગરબીના અમળત મહોત્‍સવ  પર આશીર્વાદ આપવા ઉપસ્‍થિત  રહયા હતા. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ તે  સમયે જણાવ્‍યું હતું કે, ભારતીય સંસ્‍કળતિ ની જ્‍યોત જલતી રાખી છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે, અને આ ગરબી મંડળ  તેની  શતાબ્‍દિ ઉજવે તેવી શુભેચ્‍છાઓ પણ પાઠવી હતી.

 આ  ભદ્રકાળી ગરબી મંડળમાં પૂર્વ ઉદ્યોગ મંત્રી શશીકાંત લાખાણી  પૂર્વ ધારાસભ્‍ય શ્રી બાબુભાઇ  બોખીરીયા,, ધારાસભ્‍ય  અર્જુનભાઈમોઢવાડીયા, સાંસદ  રમેશભાઈ ધડુક, પૂર્વ એડવોકેટ સ્‍વ. મધુ ભાઈ મહેતા, પૂર્વ નગર પાલિકા ના પ્રમુખ  લાલજીભાઈ પાંજરી જિલ્લા કલેકટર શ્રી પંડ્‍યા નાયબ કલેક્‍ટર મહેશ ભાઈ જોશી , હિમાંશુ પારેખ, ચીફ ઓફિસર સ્‍વ એમ. ડી. વિઠ્ઠલાણી, સ્‍વ મોહનભાઈ કોટેચા, સ્‍વ વિનુભાઈ ગોદીયા, સ્‍વ. નટુ ભાઈ બામણીયા, શ્રી ભરતભાઈ બામણીયા, એસપી.  જા ડેજા,  તુલસીભાઈ મકવાણા નારણભાઇ બામણીયા સહીતના અધિકારી પદા પદા ધિકારી ઓ નગર શ્રેષ્ઠિઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિઓ અને સંતો, મહંતો,વજુભાઈ પરમાર શ્રી રાજસીભાઈ પરમાર શ્રી રમેશભાઈ પટેલ સમાજના અગ્રણી  લીલાભાઈ ડાકી, ગીગાભાઈ ચાવડા દેવાયતભાઈ વઢિયા, અરજનભાઈ આંત્રોલીયા,  રામભાઈ બગીયા વગેરે મન ભરીને ગરબીને મન ભરીને માણી છે .

પોરબંદરને ગૌરવ રૂપ દેશ વિદેશમાં સુવિખ્‍યા ત, ભારતીય સંસ્‍કળતિને ઉજાગર કરતી આ અનોખી ગરબી ને દેશ વિદેશના મેગેઝીનો અખબારોમાં લેખ રૂપે પ્રસિદ્ધ થતા ગૂજરાત સહીત દેશ વિદેશ ના લોકો માટે આ ગરબી આકર્ષણ નુ કેન્‍દ્ર બની છે. આ અગાઉ અમેરિકાની ડ્‍યુક યુનિવર્સિટીના ડાનસિંગ વિષયના નિષ્‍ણાંત પ્રોફેસર ડો. પૂર્ણિમા શાહે પોરબંદરના પુરા તત્‍વ વિદ જાણીતા સાહિત્‍યકાર શ્રી નરોતમ પલાણની રાહબરી હેઠળ આ ગરબીની પ્રાચીન સંસ્‍કળતિને લઈને ડોકયુમેન્‍ટ્રીરી બનાવવા ટિમ સાથે આવેલ હતા. આ ટિમ ગરબીને નિહાળીને કહ્યું હતું કે, આ ગરબી ગૂજરાતનુ નહિ હિન્‍દુસ્‍તાનનુ ગૌરવ છે તેમ જણાવી લુપ્ત થતી ભારતીય સંસ્‍કળતિ ને જીવન્‍ત રાખવાના પ્રયાસોની કદર કરવી ઘટે તેવી ભાવના વ્‍યક્‍ત કરી હતી 

ભદ્રકાળી ગરબી મંડળના પૂર્વ પ્રમુખ શ્રી સ્‍વ. ભીખાબાપા માલી ની રાહબરી હેઠળ પ્રમુખ શ્રી રામજી ભાઈ છગનભાઇ બામણીયા મંત્રી રામજી ભાઈ મકવાણા , ઉપપ્રમુખ  ફુલભાઈ નાથાભાઈ બામણીયા ટ્રષ્ટિ  બાબુભાઇ ભાલીયા, પ્રેમજીભાઈ વાજા, ભીખુ ભાઈ મકવાણા  સહીતના યુવા કાર્ય કરો અને મંદિરના પૂજારી  બિપિનભાઈ આચાર્ય, અરવિંદભાઈ આચાર્ય પગેથી ચાલતું  એન્‍ટિક પીસ તેમજ  હાર્મોનિયમ સાથે પ્રાચીન ઢબે છંદ અને લયબદ્ધ ગવાતા ગરબાની પરમ્‍પરા જાળવી રાખી છે.

  આધુનિક નવરાત્રી માં ની ભક્‍તિના દર્શન કયાય જોવા મળતા નથી, નવરાત્રી મહોત્‍સવ નુ વ્‍યાપારીકરણ થઇ ગયું છે, અને કાન ફાડી નાંખે તેવા પ્રદુષણના અવાજો ડિસ્‍કો મ્‍યુઝિક, ડી. જે. જેવા ઉપકરણો અને આધુનિક વષાો માં શરીર પ્રદર્શન ને નવરાત્રીની પારમ પારિક ઓળખ ભુલાવી દીધી છે . 

આ પ્રાચીન ગરબી સમીર બામણીયા ના મોબાઈલ નંબર ૯૪૨૯૦૭૪૦૧૪  ભદ્ર કાળી ગરબીની વેબ સાઈટ પર નિહાળી શકાશે

શક્‍તિ અને ભક્‍તિ ના સ્‍થાને ફક્‍ત નાચગાન એ આજની યુવા પેઢી ની નવરાત્રી બની રહી છે ત્‍યારે રાત્રે ૧૦ થી ૧૨ બેજ કલાક દરમિયાન રમાતી એક માત્ર માઈક વગરની ભદ્રકાળી માતાજીના મંદિર ની વિશિષ્ટ ગરબીમાં ભક્‍તિ અને શક્‍તિની ઉપાસના જોવા મળે છે.ભદ્ર કાલી ગરબી ની સ્‍વર રચના દિવેચા કોળી જ્ઞાતિના કવિ સ્‍વ. જાદવભાઈ લખમણ ભાઈ સોલન્‍કી એ  કરી હતી તે ગરબાવલિ માં પચાસ જેટલાં ગરબા નો સમાવેશ કરવા માં આવેલ છે

 આ ગરબા વલિ નુ પુન મુદ્રણ પ્રકાશિત કરવામાં આવેલ છે અને આ અનોખી ગરબાવલિના ગરબા ગવડાવવામાં આવે છે જેને જોવા લોકો  ઉમટે છે. ત્‍યારે લોકો આ પુસ્‍તિકા લઇ જાય છે અને આપણા પારંપરિક સાંસ્‍કળતિક વારસાને ઉજાગર કરવા બદલ ધન્‍યતાની લાગણી અનુભવે છે.

 આ ગરબીને દેશ - વિદેશ ના અનેક એવોર્ડ મળ્‍યા છે. પોરબંદર શહેરની વિવિધ સેવાકીય પ્રવળર્તિ કરતી સઁસ્‍થા ઓ દ્વારા પણ બિરદાવવામાં આવી છે

ગરબાવલિ પુસ્‍તિકા અને અન્‍ય માહિતી માટે ભદ્રકાલી ગરબી મંડળના પ્રમુખ  રામજી ભાઈ છગનભાઇ બામણીયા ભદ્ર કાલી રોડ લીમડા ચોક પોરબંદર વોર્ડ નંબર -૭ શેરી નંબર -૨મોબાઈલ ૯૯૨૫૯-૮૮૨૮૦, ૯૪૨૯૦-૭૪૦૭૪, ૮૭૮૦૮-૯૦૩૪૦ પર સંપર્ક કરી શકાય છે.

સંકલન :

પરેશ પારેખ

પોરબંદર

(11:29 AM IST)