News of Monday, 30th September 2024
લોહાણા સમાજની રાજકોટમાં ર લાખની વસ્તી છે ત્યાં વિધાનસભાની ટિકીટની આશા રાખી શકાયઃગિરીશભાઇ કોટેચા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૩૦ :.. સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર માં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચીત અધ્યક્ષના પદગ્રહણ સમારોહ યોજાયો હતો, આ સંમેલનની શરૂઆતમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિકરામ બાપાએ દીપપ્રાગટય કરીને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ જીતુભાઇ લાલે ગુજરાત લોહાણા સમાજનું પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું.
આ તકે ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે લોહાણા સમાજની વસ્તી વધુ હોઈ ત્યાં ટિકિટ આપવી જોઈએ પહેલા લોહાણા સમાજના ૬ ધારાસભ્ય હતા અત્યારે હાલ એક જ ધારાસભ્ય છે ત્યારે દરેક સમાજની સાથે લોહાણા સમાજ સાથે હોઈ ત્યારે ધારાસભ્યની ચૂંટણી જીતવી સહેલી થઈ જાય છે ત્યારે બધી સીટ ઉપર ટિકિટ નથી જોતી પણ જ્યાં વધુ લોહાણા સમાજની વસ્તી હોઈ ત્યાં ટિકિટની આશા હોઈ છે,રાજકોટમાં લોહાણા સમાજની બે લાખ લોકોની વસ્તી છે ત્યાં ટિકિટની આશા રાખી શકાય તેમ પૂર્વ મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું, ત્યારે બીજી તરફ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢના સેવાના ભેખ ધારી મહેન્દ્રભાઇ મશરૂ એ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ જીતુભાઇ લાલને લોહાણા સમાજના પ્રમુખ બનવા બદલ અભિનંદન આપ્યા હતા.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
