<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

જૂનાગઢ વિનય ઇન્‍ડસ્‍ટ્રીઝની કૃષિમંત્રીએ મુલાકાત લીધી

જુનાગઢઃ ધોરાજી રોડ ઉપર આવેલ વિનય ઇન્‍ડસ્‍ટ્રીઝ ખાતે કળષીમંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લઇ અને ઔદ્યોગિક ક્ષેત્ર ચર્ચાઓ કરી હતી.આ તકે ચેમ્‍બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને વિનય ઇન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. વિજયભાઈ દોમડીયા એ રાઘવજીભાઈ પટેલનું સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ તેઓએ ઉધોગોલક્ષી પ્રશ્‍નો સાંભળીને તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી તેમજ સોરઠને ઉદ્યોગ ક્ષેત્રે વિકસિત બનાવવા માટે સરકારની જોઈતી મદદ આપવા ખાતરી આપી હતી. કળષિ મંત્રીની સાથે સમૂહ લગ્નના ણેતા અને સામાજિક અગ્રણી હરસુખભાઈ વઘાસીયા સાથે રહ્યા હતા. આ તકે અગ્રણી બિલ્‍ડર નરોતમભાઈ વઘાસિયા , ઇશ્વરભાઇ ઠાકુર , કેતનભાઇ ધોણીયા સહિત આગેવાનો   પણ ઉપસ્‍થિત રહ્યા હતા

(1:32 PM IST)