News of Monday, 30th September 2024
સોમનાથનાં કલેકટરનો ધારાસભ્ય સાથે નહી પરંતુ અરજદાર સાથે રકઝકનો વિડીયો હોવાનું ખુલ્યુ
૧૦ દિવસ પહેલા વન વિભાગના કોઇ પ્રશ્ન અંગે ખોટા સવાલો ન કરવા કહી દીધુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૩૦: ગીર સોમનાથ કલેકટર અને કોઇ માથાકુટનો વિડીયો વાયરલ થયો છે.
જેમાં કલેકટર જાડેજાએ અરજદારને ખોટી રજુઆતો નહી કરવાનું કહેતા સંભળાઇ છે. આમ છતા અરજદાર કોઇ દલીલ કરે છે ત્યારે કલકેટર કહી દે છે તમે સરકાર છો? ખોટી રજુઆતો કરવાની નહી. બાદમાં તેઓ બાજુમાં બેઠેલા અન્ય અધિકારીને પણ એમ કહેતા સંભળાય છે કે, ખોટા સવાલો લઇ કોઇ આવી ન જાય તેનું ધ્યાન રાખવું.
આ વીડીયોને ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે રકઝકને નામે સોશ્યલ મીડીયામાં ચલાવવામાં આવી રહયો છે પણ હકીકત એમ નથી.
આ વન વિભાગની કોઇ બેઠકની વાત છે અને તમાં ધારાસભ્ય નહી પણ કોઇ સામાન્ય અરજદાર સાથે આ વાતચીત થયેલી છે. જેનાં અનુસંધાને કલેકટર જાડેજાએ કહયું હતું કે, આ એક સામાન્ય ઘટના હતી મારે તેમાં કઇ કહેવાનું નથી
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
