News of Friday, 4th October 2024
માતાના મઢમાં શ્રદ્ધાનું ધોડાપુર: ત્રણ લાખ માઈ ભક્તોએ શિશ ઝુકાવ્યું
*લોકોના ધસારા વચ્ચે એસટી બસો ઓછી પડી, ખાનગી લકઝરી અને વાહનોના ભાડા બેફામ, રસ્તાઓ ઉપર વાહનોના થપ્પા વચ્ચે પ્રશાસનની વ્યવસ્થા ખોરવાતા ભારે ટ્રાફિક જામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : આસો નવરાત્રિના આજે બીજા નોરતા પૂર્વે જ કચ્છના માતાના મઢે શ્રદ્ધાળુઓ નું ઘોડાપુર ઊમટ્યું છે. નવરાત્રિ ના ચારેક દિવસ અગાઉથી જ માઈ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ ભક્તો મા આશાપુરાના ચરણે પોતાનું શિશ ઝુકાવી ચૂક્યા છે. પદયાત્રીઓ ઉપરાંત વાહનો મારફતે લોકો મોટી સંખ્યામાં દર્શને આવી રહ્યા છે. લોકોના ભારે ધસારાને કારણે એક બાજુ એસટી બસોની વ્યવસ્થા ઓછી પડી છે, બીજી બાજુ ખાનગી લક્ઝરી બસો અને વાહન ચાલકો મોં માંગ્યા ભાડા પડાવી રહ્યા છે. પ્રશાસન દ્વારા વ્યવસ્થાના પ્રયાસો વચ્ચે રવાપરથી માતાના મઢ સુધી ૧૧ કીમી નો રસ્તો ટ્રાફિક જામથી પેક થઈ જતાં વાહનોના થપ્પા લાગી રહ્યા છે. તંત્ર દ્વારા માતાના મઢ સુધી પહોંચવાના જાહેર માર્ગો ઉપરાંત મંદિર સુધી પહોંચવાના આંતરિક માર્ગો ઉપર વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરત છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
