<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

ભાયાવદરની આ કોલેજ અગાઉ ૧૦ વખત ચેમ્‍પિયન અને છ વખત રનર્સઅપ થઈ ચૂકી છે

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ કબડ્ડી સ્‍પર્ધામાં ભાયાવદરની એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા : લો કોલેજે ફાયનલ મેચમાં બીજું સ્‍થાન પ્રાપ્ત કરેલઃ કોલેજના ત્રણ ખેલાડીઓ વેસ્‍ટ ઝોન ઈન્‍સાઈડ યુનિ. કોલેજમાં પસંદગી પામ્‍યા

ઉપલેટા તા.૪: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ કબડ્ડી સ્‍પર્ધા યોજાઈ હતી જેમાં ૩૨ જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી. આ સ્‍પર્ધામાં ભાયાવદરની એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા લો કોલેજે પણ ભાગ લીધેલ હતો અને પોતાનું પરફોર્મન્‍સ બતાવ્‍યું હતું ત્‍યારે આ અગાઉ અનેક વખત વિજેતા થયેલ અને અનેક વખત રનર્સઅપ થયેલ એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા લો કોલેજના વિદ્યાર્થીઓની ટીમ તાજેતરમાં વર્ષ ૨૦૨૪ની યોજાયેલ આ કબડ્ડી સ્‍પર્ધામાં બીજું સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.

ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા લો કોલેજના પ્રોફેશર અને કોચ તરીકે જેને પોતાની ફરજ નિભાવી છે તેવા ડો. જેનિષ ભોજાણીએ જણાવ્‍યું હતું કે, આ સ્‍પર્ધામાં કુલ ૩૨ જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો. આ ભાયાવદરની કોલેજ અગાઉ દસ વખત ચેમ્‍પિયન થઈ ચૂકી છે અને છ વખત રનર્સઅપ પણ થઈ ચૂકી છે જેમાં કોલેજના ટ્રસ્‍ટીઓ, સંચાલકો, પ્રાધ્‍યાપકો અને આચાર્ય તરફથી તમામ સહયોગ આપીને વિદ્યાર્થીઓમાં રહેલ ક્ષમતા ઉજાગર કરવા માટે મદદરૂપ થવામાં આવેલ છે.

ભાયાવદરની એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા લો કોલેજમાં અભ્‍યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ આગળના લેવલ માટે પણ પસંદગી પામ્‍યા છે જેમાં આયુષ કપુપર, દીક્ષાંત ઠેસીયા, રાદિક પીલુડિયા વેસ્‍ટ ઝોન ઈન્‍ટર યુનિવર્સિટી કબડ્ડી સ્‍પર્ધામાં પસંદગી પામેલ છે જે આગામી દિવસોમાં રાજસ્‍થાન ખાતે યોજાઈ રહેલ કબડ્ડી સ્‍પર્ધામાં સમિલ થઈને પોતાનું કૌશલ્‍ય બતાવશે. આ એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા લો કોલેજના બીએ, બીકોમ, બીસીએ વિભાગના વિદ્યાર્થીઓ આ ટીમમાં શામેલ હતા.

ભાયાવદરની એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અને પી. ટી. માકડીયા લો કોલેજની કબડ્ડી ટીમ રનર્સઅપ થતાં કોલેજ પરિવારના ટ્રસ્‍ટી ગણ, પ્રાધ્‍યાપકો તેમજ આચાર્ય ડો. એમ. ડી. સવસાણીએ શુભકામનાઓ પાઠવી હતી. સારા કૌશલ્‍ય બદલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ આગળ પસંદગી પામેલ છે.

(10:25 AM IST)