News of Friday, 4th October 2024
પોરબંદર ચોપાટી મેદાનમાં રાષ્ટ્રીય કક્ષાનો બીચ સોકર કોચીંગ કેમ્પઃ દેશભરમાંથી ખેલાડીઓ આવશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૪: રાષ્ટ્રીય કક્ષાના બીચ સોકર કોચીંગ કેમ્પ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા. ૬ઠ્ઠથી પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.
ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશન સેક્રેટરીશ્રી ક્રિષ્નકાંતભાઇ સીમરીયા જણાવે છે કે ઓલ ઇન્ડીયા ફુટબોલ ફેડરેશન, ગુજરાત રાજ્ય ફુટબોલ એશોસીએશન દ્વારા પોરબંદરમાં પ્રથમ વખત બીચ ફુટબોલ કોચીંગ કોર્ષ લેવલ ૧ માટે આયોજન કર્યું છે. આ આયોજનમાં સદસ્યો દેશભરમાંથી ભાગ લેવા આવશે અને સતત ૫ દિવસ તારીખ ૬ ઓકટોબરથી ૧૧ ઓકટોબર ૨૦૨૪ પોરબંદરની રમણીય ચોપાટી ઉપર કોચીંગ મેળવશે.
આ આયોજનમાં વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઇ પટેલ, પોરબંદર નંગર પાલીકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તીવારી, પોરબંદરના પૂર્વરાજવી મહારાણા નટવરસિંહજીના પુત્ર હરેન્દ્રકુમાર ડિ'સીલ્વાનો સહકાર પ્રાપ્ત થયો છે. આ કોચીન કોર્ષ ભારત દેશને ઉત્તમ બીચ પ્લેયર્સ તૈયાર કરવા અને આગામી નવેમ્બરમાં થાઇલેન્ડ ખાતે યોજાનાર એશીયન બીચન સોકર ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમને ભાગ લેવા માટે અતિ પ્રોત્સાહીત કરશે. તેમ સેક્રેટરી ક્રિષ્નકાંતભાઇએ જણાવેલ છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
