News of Friday, 4th October 2024
વઢવાણનો દડીનો માર્ગ ખુલ્લો કરવા માંગઃ વઢવાણ

કોઠારીયા રોડ ઉપર છાલીયાની જમીન તરીકે ઓળખાતા ખેડૂતોના રાજાશાહી વખતનો દડી તરીકે ઓળખાતો માર્ગ આવેલો છે. ત્યારે આ દડીનો માર્ગ એકાએક બંધ કરી દેવાતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.આ માર્ગ બંધ રહેતો ખેડૂતોને કાયમી મોટી મુશ્કેલી ઉભી થાય તેમ હોય કાયમી સમસ્યા ઉકેલાય અને તાત્કાલિક આ માર્ગ ખુલ્લો કરવામાં આવે એ માટે નરોતમભાઇ ખાંદલા, પરસોતમભાઇ ચૌહાણ, બેચરભાઇ સહિત મોટીસંખ્યામાં ખેડૂતોએ સુરેન્દ્રનગર અધિક કલેકટર આર. કે. ઓઝાને તાત્કાલીક માર્ગ ખુલ્લો કરાવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. આ બાબતે અધિક કલેકટરે મામલતદારને સ્થળ ઉપર મોકલી સમસ્યા ઉકેલવાની ખાત્રી આપી હતી. હવે ખેડૂતોની કાયમી સમસ્યા કયારે ઉકેલાય છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
