News of Friday, 4th October 2024
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ કચ્છમાં
માતાના મઢ દર્શન કરીને માંડવીમાં શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલથી વિવિધ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૪: આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી આજે બપોરે ૩ કલાકે માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરશે.
ત્યારબાદ બપોરે ૪ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવીનીકરણ થયેલા શ્રી શ્યામજીકળષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી શ્યામજીકળષ્ણ વર્મા સ્મારક મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમથી કચ્છ જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
