<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

ધારીમાં મનુભાઇ કણસાગરા અને પુત્ર અજીત પર કુહાડી-તલવારથી હુમલો

મનુભાઇનો મોટા દિકરા પર અગાઉ છેડતીનો કેસ થયો હોઇ તેને ગામમાં આવવાની મનાઇ હતીઃ કાલે કોર્ટ મુદ્દત બાદ આવતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૪: ધારીના વાઘાપરામાં રહેતાં મનુભાઇ ધીરૂભાઇ કણસાગરા (ઉ.વ.૪૯) તથા પુત્ર અજીત મનુભાઇ કણસાગરા (ઉ.વ.૨૧) પર ગામના જ વશુ ભગુભાઇ કોળી, વિપુલ રમેશભાઇ, વિશુ જયભાઇ, હકુ સહિતનાએ કુહાડી, તલવારથી હુમલો કરતાં બંનેને અમરેલી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મનુભાઇના કહેવા મુજબ તે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. તે પૈકી મોટા પુત્ર પર થોડા સમય પહેલા છેડતીનો કેસ થયો હોઇ તે કેસ કોર્ટમાં ચાલુ છે. હાલમાં દિકરો જામીન પર છે અને તેને ગામમાં ન આવવું તેવું નક્કી થયું હતું. પણ ગુરૂવારે તે કોર્ટની મુદ્દત પતાવી સાંજે ગામમાં આટો મારવા આવતાં તેની જાણ સામેવાળાને થઇ જતાં તેને આંતરીને મારકુટ ચાલુ કરી હતી. આની જાણ થતાં પોતે અને પુત્ર અજીત સહિતના મોટા દિકરાને બચાવવા દોડી જતાં ધારીયા, કુહાડી, તલવારથી હુમલો થયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ધારી પોલીસને જાણ કરી હતી.

(10:56 AM IST)