News of Friday, 4th October 2024
માળીયા મિંયાણામાં બે હજાર રૂપરડી માટે યાસીન પર મામાનો છરીથી હુમલો
દસ ટકા વ્યાજે લીધા હતાં: મામાના બે પુત્રો પણ તૂટી પડયાનો આક્ષેપઃરાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૪: માળીયા મિયાણામાં જામનગર હાઇવે પર મામલતદાર ઓફિસ નજીક રહેતાં અને પશુપાલનનો વ્યવસાય કરતાં યાસીનભાઇ જુસબભાઇ જામ (ઉ.વ.૩૫) પર તેના જ મામા જુમાભાઇ ભારાભાઇ મોવર, મામાના દિકરાઓ ઉમર, સુભાન સહિતે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દેતાં માળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
યાસીનભાઇએ કહ્યું હતું કે મારે ધંધાના કામે જરૂર પડતાં મેં મામા પાસેથી બે હજાર રૂપિયા માંગ્યા હતાં. જે તેણે મને દસ ટકાના વ્યાજે આપ્યા હતાં. આ રકમની તેણે અને તેના બે દિકરાએ ગઇકાલે આકરી ઉઘરાણી કરી હતી. મેં તેને રૂપિયા હાલમાં નથી, થોડા દિવસમાં આપી દઇશ તેમ કહેતાં ત્રણેયે ઉશ્કેરાઇ જઇ ગાળગાળી કરી મારકુટ કરી હતી અને પીઠમાં છરીના ઘા મારી દીધા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકાવાણા, તોૈફિકભાઇ જુણાચે માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
