News of Friday, 4th October 2024
મોરબીથી રાજકોટના આણંદપર બાઘી ખાતે કુળદેવીના દર્શન માટે આવેલા સાસુ-વહુ પર કુટુંબીઓનો હુમલો
માતાજીના રૂમના રસોડાનું પતરૂ તૂટી ગયું હોઇ તે અંગે પુછતાં ધમાલઃ લાકડી-પાઇપના ઘા થતાં ધુનાબેન અને શિતલબેન ઘવાયાઃ શિતલબેનના પતિને વાંસામાં ઇંટ ફટકારાઇ

રાજકોટ તા. ૪: મોરબીમાં સનાળા બાયપાસ પર રહેતાં સોલંકી પરિવારના લોકો કાર લઇને ગઇકાલે પહેલા નોરતે રાજકોટના આણંદપર બાઘી ગામે કુળદેવીના મઢે દર્શન કરવા આવતાં અહિ રહેતાં કુટુંબીઓએ ઝઘડો કરી લાકડી, પાઇપથી હુમલો કરતાં સાસુ-વહુને ઇજા થઇ હતી. ભાગવા જતાં યુવાનને વાંસામાં ઇંટ ફટકારી દેવાઇ હતી. જાણવા મળ્યા મુજબ મોરબી રહેતાં અને કરીયાણાની દુકાન ચલાવતાં મનુભાઇ શિવાભાઇ સોલંકી (ઉ.વ.૪૨) ગઇકાલે પોતાના માતા ધુનાબેન શીવાભાઇ સોલંકી (ઉ.વ.૮૫), પત્નિ શિતલબેન મનુભાઇ સોલંકી (ઉ.વ.૪૦) તેમજ ભાભી સહિતને કારમાં બેસાડી રાજકોટના કુવાડવા રોડ પરના આણંદપર બાઘી ગામે પોતાના માતાજીનો મઢ હોઇ ત્યાં દર્શન કરવા આવ હતાં. અહિ મઢના રૂમ પાસેના રસોડાનું પતરુ તૂટી ગયું હોઇ તે બાબતે કુટુંબી ભાઇને પુછતાં બોલાચાલી થતાં કુટુંબી સુધીર પરબતભાઇ, સાગર સુધીભાઇ, પ્રવિણ સહિતના લાકડી-પાઇપથી તૂટી પડતાં ધુનાબેન અને પુત્રવધૂ શિતલબેનને ઇજાઓ થઇ હતી. મનુભાઇ બચવા માટે ભાગવા જતાં તેના વાંસામાં ઇંટ ફટકારી દેવાઇ હતી. જો કે તેને સારવારની જરૂર પડી નહોતી. સાસુ વહુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં આ અંગે નિવેદન-ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી હતી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
