<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

આસામથી દ્વારકા આવેલા ૨૦ યાત્રીકોને ફૂડ પોઈઝિનિંગ : એકનું મોત : નવ જામનગર સારવારમાં

ભોઝાલી જિલ્લાથી ૪૫ લોકો દર્શન માટે ટ્રેનથી આવ્‍યા હતા : તબીબો દ્વારા તાત્‍કાલિક સારવારઃ પોતાનાખાણીપીણીના સામાનથી બનાવેલું જ ભોજન કરતા'તા : પાણી પણ બોટલનું પીતા હતા : કલેકટર દ્વારા તપાસ : અન્‍ય પરપ્રાંતીય યાત્રિકો સલામત

આસામથી દ્વારકા-જામનગર આવેલા યાત્રીકોને ફૂડ પોઈઝિનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. જેમાં એક યાત્રીનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.આસામના ભોઝાલી જિલ્લાથી ૪૫ લોકો દ્વારકા દર્શન માટે ટ્રેનથી આવ્‍યા હતા.

૨૭ સપ્‍ટેમ્‍બરે દ્વારકા યાત્રીકો પહોંચ્‍યા હતા હાલ ૯ યાત્રાળુઓ જી.જી. હોસ્‍પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે

જામનગરમાં આસામના નીલિમા ડાકર (ઉં.વ.૬૫) પ્રેમદા કલિતા (ઉં.વ.૫૦)અંજના ડાકા (ઉં.વ.૫૭) અલાકા કાલિતા (ઉં.વ.૬૫) હિરેન કે. દાસ (ઉં.વ.૪૫) કારમી તલાકડાર (ઉં.વ.૭૦)લબાયના દાસ (ઉં.વ.૬૩)આ સિવાય અન્‍ય બે યાત્રીઓ સારવાર હેઠળ છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:32 AM IST)