<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

કુંવરજીભાઇ બાવળીયાના હસ્‍તે ૮૨.૬૯ કરોડના ખર્ચે વિંછીયા જૂથ યોજનાના કામનું કાલે ખાતમુહૂર્ત

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૪: આર્થિક રીતે પછાત વિસ્‍તારમાં જેની ગણતરી થતી હતી તેવા જસદણ અને વિંછીયા તાલુકાઓનો વિકાસ કુંવરજીભાઈ બાવળીયાના અથાક પ્રયાસોથી હાલ જેટ ગતીએ થઈ રહ્યો છે ત્‍યારે કાલે ગોમા ડેમ આધારિત વિંછીયા જુથ યોજનાના ૮૨ કરોડના કામનુ કુંવરજીભાઈના હસ્‍તે ખાતમુર્હૂત થશે.

વિંછીયા અને જસદણ તાલુકાના કુલ ૬૧ ગામો જેની વસ્‍તી અંદાજીત ૨,૦૭,૯૧૫ છે જેને ઢાંકી પમ્‍પીંગ સ્‍ટેશન અંતર્ગત ફઘ્‍-૧ આધારિત વિંછીયા અને ભડલી જૂથ યોજના મારફત પાણી અપાય છે જેની માથાદીઠ ૧૦૦ લીટર પ્રતિ વ્‍યક્‍તિ પ્રતિ દિવસ લેખે પાણી આપવા ૬૧ ગામો પૈકી વિંછીયા તાલુકાના ૨૩ ગામો અજમેર, અમરાપુર, ભોયરા, છાસિયા, દડલી, ઢેઢકી, ફૂલજર, ગુંદાળા-જસ, હાથસણી, હિંગોળગઢ, ખડકાણા, ખારચિયા-જસ, કોટડા, લાલાવદર, મોટા હડમતીયા, મોટા માત્રા, મોટી લાખાવડ, રેવાણીયા, વિંછીયા, ઓરી, નાનામાત્રા, ગોરૈયા, સમઢીયાળા અને જસદણ તાલુકાના ૮ ગામો - દેવપરા, મદાવા, કડુકા, કાળાસર, કમળાપુર, ખાંડા હડમતીયા, લીલાપુર અને પારેવાળા માટે વિક્ષેપ રહિત પાણી સતત મળતું રહે તે માટે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થાના ભાગરૂપે ગોમા ડેમ આધારિત યોજના તૈયાર કરવામાં આવેલ.

આ યોજનામાં ૩૪૮૯૦ મીટર લોખંડની પાઈપલાઈન, ૪-ભૂગર્ભ સંપ, ૩-પંપ હાઉસ, ૧-ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, ૧-ઇન્‍ટેક ટાવર અને પમ્‍પીંગ મશીનરી સહિતની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે જે રૂ. ૮૨.૬૯ કરોડના ખર્ચે બનશે.

આ ગોમા ડેમ આધારિત વિંછીયા જૂથ પાણી પુરવઠા યોજનાના કામનું ખાતમુર્હૂત કાલે કુંવરજીભાઈના હસ્‍તે થશે આ ખાતમુર્હૂત કાર્યક્રમમાં ૩૧ ગામોના પ્રજાજનો ઉત્‍સાહભેર ભાગ લેશે. 

આ યોજનાથી આ વિસ્‍તારના લોકોનો પીવાના પાણીનો પ્રશ્‍ન કાયમી ધોરણે હલ થશે જે બદલ લોકોએ આ વિસ્‍તારના કર્મઠ ધારાસભ્‍ય અને રાજ્‍ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્‍યક્‍ત કરેલ.

 

(11:36 AM IST)