<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

જ્‍યોતિરાદિત્‍યસિંહ (ગણેશભાઇ) જાડેજાની જામીન ઉપર છૂટીને પડવલા દર્શન કરીને ગોંડલ પહોંચશે

મોટી સંખ્‍યામાં આગેવાનો કાર્યકરો સન્‍માન કરશે : ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના પુત્રને આવકાર અપાશે

ગોંડલ ગણેશને જામીન મળતા ધારાસભ્‍યના ઘરે સમર્થકો ઉમટી પાડયા હતા અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ) (૨૫.૨)

રાજકોટ,તા.૪ : ગોંડલ નાં ધારાસભ્‍ય ગીતાબા જાડેજાનાં પુત્ર જ્‍યોતિરાદિત્‍યસિંહ (ગણેશ)નાં સવારે અગીયાર કલાકે જુનાગઢ જેલમાં જામીન રજુ કરાયા બાદ જામીન પર છુટી ગોંડલનાં પડવલા આશાપુરા માતાજીનાં દર્શન કરી ગોંડલ તેમના નિવાસસ્‍થાને પંહોચશે.જ્‍યાં વિશાળ સંખ્‍યામાં સમર્થકો અને ટેકેદારો એકઠા થઈ તેમનું સ્‍વાગત કરશે.જુનાગઢમાં દલિત આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરી ઢોર માર મારવાના કેસમાં ગોંડલના કુખ્‍યાત જ્‍યોતિરાદિત્‍યસિંહ   ઉર્ફે (ગણેશ) ગોંડલને ગુજરાત હાઇકોર્ર્ટે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની આકરી શરતે જામીન અપાયા છે.જુનાગઢના દલિત આગેવાન સંજય સોલંકીને અપરણ કરી એક ફાર્મ હાઉસ પર લઈ જવાયો હતો અને ત્‍યાં તેના કપડાં કાઢી ઢોર મારવામાં આવ્‍યો હતો અને તેની પાસે માફી મંગાવતો વિડિયો પણ વાયરલ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં કુખ્‍યાત ગણેશ ગોંડલ સહિત અને પાંચ આરોપીઓ વિરૂધ્‍ધ જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી આર્મ્‍સ એક્‍ટની કલમ-૨૫ (૧ બી) (એ) અને એટ્રોસિટી એક્‍ટની કલમ ૩ (૨) (૫) મુજબ ફરિયાદ નોંધાઈ હતી.

આ ચકચાર ભર્યા કેસમાં જુનાગઢ સેશન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા તેણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી જણાવ્‍યું હતું કે કેસની તપાસ પૂરી થઈ ગઈ છે અને  ચાર્જસીટ પણ ફાઈલ થઈ ગયું છે ત્‍યારે હાઇકોર્ટે અરજદારના જામીન મંજૂર કરવા જોઈએ. ત્‍યારબાદ ગઇકાલે તેમને જામીનમુક્‍ત કર્યા છે.

(11:37 AM IST)