News of Friday, 4th October 2024
ગોંડલમાં શ્રી ભુવનેશ્વરી મંદિરે ઘટસ્થાન સાથે નવલા નોરતાનો પ્રારંભઃ કુમારિકા પૂજન

ગોંડલ : ગોંડલમાં ભુવનેશ્વરી મંદિરે ઘટસ્થાપન કરાયુ હતું. પ્રત્યક્ષ કુમારિકા પૂજન કરાયુ છે. દેશમાં બે જ સ્થાનોમાં ભુવનેશ્વરી મંદિરો છે. જેમાં એક ગોંડલમાં આવેલું છે. ગોંડલમાં ભુવનેશ્વરી મંદિરે દેશ-વિદેશથી લોકો અનુષ્ઠાન માટે આવે છે. અહીં વહેલી સવારે ઘટસ્થાપન થઇ. સાથોસાથ પ્રત્યક્ષ કુમારી કા પૂજન થશે. આ ઉપરાંત દરરોજ શ્રી સુકતના પાઠ, ચંડીપાઠ, હોમ હવનના આધ્યાત્મિક આયોજન થયા છે. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ) (પ-૧૩)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
