News of Friday, 4th October 2024
પોરબંદર જિલ્લામાં વેરા વસુલાતની ૧૦૦ ટકા કામગીરી કરનાર ૧૦ તલાટી મંત્રીઓનું સન્માન

પોરબંદર,તા. ૪: જિલ્લામાં વેરા વસુલાતની ૧૦૦% ટકા કામગીરી કરનાર ૧૦ ગ્રામ પંચાયતનાના તલાટી મંત્રીને પ્રોત્સાહિત કરાયા હતા અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર દ્વારા પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરાયું.
પોરબંદર જિલ્લામાં નાણાપંચ અંતર્ગત થયેલ કામોની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં અંદાજે ૧૮૦૦ લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો કરવામાં આવ્યા છે, આ માતબર રકમના ખર્ચે જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતોમાં કુલ ૭૭૯ જેટલા કામો થયા છે. અને હાલ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં અત્યાર સુધીમાં અંદાજે ૬૩૦ લાખ રૂપિયાના ખર્ચે ૨૬૮ જેટલા વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગ્રામ પંચાયતો કે જ્યાં તલાટી મંત્રી એ ૧૦૦% વેરાની વસુલાત કરવાની સરાહનીય કામગીરી કરી છે, તે પંચાયતના તલાટીને પ્રોત્સાહિત કરવા એક નવતર અભિગમ અપનાવ્યો છે.
પોરબંદર જિલ્લામાં પંચાયત વેરા વસુલાતની ૧૦૦ ટકા કામગીરી કરનાર ૧૦ ગામના તલાટી મંત્રી ઓને સન્માનિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ સન્માન સમારોહમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંકજ વાઘાણી અને તાલુકા વિકાસ અધિકારી આર. પી. મકવાણા તથા કુતિયાણાના તાલુકા વિકાસ અધિકારી પણ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. પોરબંદર જિલ્લા પંચાયતના સભા કોન્ફરન્સ હોલ ખાતે પંચાયત વેરાની વસુલાત કરવાની ૧૦૦% કામગીરી કરનાર તલાટી મંત્રીઓને બિરદાવવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લા પંચાયત હસ્તકની પોરબંદર તાલુકાની પાંચ ગ્રામ પંચાયત અને કુતિયાણા તાલુકાની પાંચ ગ્રામ પંચાયત મળી કુલ ૧૦ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને સન્માનિત કરવા માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવેલ આ સન્માન સમારોહમાં પંચાયત દ્વારા વસુલાતની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરનાર તલાટી મંત્રીઓને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠક્કરના હસ્તે ઙ્કમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના પંચાયત વેરાની ૧૦૦્રુ વસુલાત કરનાર તલાટી મંત્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ વાર્તાલાપ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. (૨૨.૧૫)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
