News of Friday, 4th October 2024
મોરબી ગરબા હરીફાઈમાં દીકરી, માં અને દાદીમાં ત્રણ ત્રણ પેઢીને એકસાથે ગરબે રમતા જોઈ લોકો વાહ વાહ પોકારી ઉઠ્યા!!

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબી ખાતે કંસારાની વાડીમાં ગરબા હરીફાઈનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. છેલ્લા વીસ વીસ વર્ષથી ગરબા શીખવવામાં એક અલગ જ આભા ઉભી કરનાર ખુબ જાણીતા પાયલ ગરબા એન્ડ ડાન્સ ક્લાસ દ્વારા આયોજીત આ કાર્યક્રરમાં ઉપસ્થિત તમામ માટે યાદગાર બની ગયો હતો.
જેમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં બેસ્ટ ડ્રેસ, બેસ્ત એક્શન, તેમજ ઙ્ઘિન્સેસ અને ક્વીનના ઇનામો તેમજ નાના બાળ ખેલૈયાઓને સ્યોર ગીફ્ટ આપી પાયલ ગરબા ક્લાસિસ તરફની પ્રોત્સાહિત કરવા સાથે તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે જીલ્લા ભાજપ અગ્રણી કાજલબેન ચંડીભમર, રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ સોનલબેન શાહ, ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ મયુરીબેન કોટેચા, ઈન્ડિયન લયોનેસ ક્લબના પૂર્વ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એકી સાથે ત્રણ ત્રણ પેઢીઓને પુરા જોમ જુસ્સાથી ગરબે ઘુમતા જોઈ ઉપસ્થિત પત્રકારો ઙ્કવિણ વ્યાસ, જીજ્ઞેશ ભટ્ટ, હિમાંશુ ભટ્ટ, હરનીશ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા તેમજ સન્નીવ્યાસ મોરબીન્યૂઝ સ્ટાફ પણ આનંદવિભોર બની ગયા હતા.
મોરબીના જે રમેશભાઇ દફતરી (જીઇબી) પરિવારને સંગીત, કલા, સાહિત્ય વારસામાં મળ્યુ છે તે પરિવારના યુવા ગરબા સંચાલકો અમિતા દફતરી, હર્ષા દફતરી તેમજ મેઘા દફતરી દ્વારા કાર્યક્રમમા હાજરી આપનાર સહિત તમામનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મલયભાઈ દફતરી સંભાળ્યું હતુ.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
