News of Friday, 4th October 2024
મોરબીમાં પ્રથમ નોરતે જ પોલીસનો સપાટોઃ ૧૮ ધૂમ સ્ટાઇલ બાઇક ડિટેઇન
પ શખ્સો પીધેલ હાલતમાં અને ૧ શખ્સ નશામાં વાહન ચલાવતા પોલીસની ઝપટે ચડી ગયો

તસ્વીરમાં ન્યુસન્સ ફેલાવતા ૧૮ બાઇક ડિટેઇન કરાયા હતા તે નજરે પડે છ.ે (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪: મોરબીમાં નવરાત્રીના પ્રથમ નોરતે સીટી એ ડિવિઝન પોલીસે દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામ આવ્યું હોય અને વાહન ચેકિંગ કરતા રાત્રીના પાંચ શખ્સને પીધેલા પકડી લેવાની સાથે દારૂ પી વાહન ચલાવનાર એક અને ઘુમ સ્ટાઇલ રોડ ઉપર નિકળનાર ન્યુસન્સ ક્રિએટ કરતા ૧૮ વાહનોને ડિટેઇન કરી કાર્યવાહી કરી છે
મોરબીમાં નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા અલગ અલગ નવરાત્રી આયોજનમાં મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે તો સતત પેટ્રોલિંગ કરી ગરબાપ્રેમીઓ મન મુકીને ગરબા રમી શકે તે માટે કામગીરી કરી રહી છે ત્યારે એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાની ટીમે ગતરાત્રીના પ્રથમ નોરતે સઘન ચેકીંગ કરી પાંચ શખ્સને પીધેલી હાલતમાં પકડી પાડી એક શખ્સને દારૂના નશામાં વાહન ચલાવતા ઝડપી લઈ કાર્યવાહી કરી હતી તો મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરી ન્યુસન્સ ક્રિએટ કરતા ૧૮ બાઈક ચાલકોના બાઈક ડિટેઇન કરી પોલીસ મથકે જમા કરી લીધા હતા. આ મોટાભાગના બાઈક રોયલ ઇનફિલ્ડ બુલેટ હોવાનું સામે આવ્યું છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
