<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

લાલપુરના ઝાંખર ગામે ભાભીને મારી નાખી!

અગાઉના પ્રેમ સંબંધની અદાવતમાં દિયરે ખાર રાખી હુમલો કરતા બનેલી ઘટના : કાલાવડમાં મારી દુકાનેથી ફાકી કેમ લેતો નથી તેમ કહી હડધુત કર્યાનો બનાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૪: લાલપુર પંથકમાં અગાઉના પ્રેમ સબંધની અદાવતમાં ખાર રાખી દિયરે હુમલો કરી પોતાના ભાભીની હત્‍યા કરી નાખ્‍યાનો બનાવ બનેલ છે.

મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા, (ઉ.વ.૩૬), રે.ઝાંખરગામ સોસાયટી વિસ્‍તાર, ધર્મેન્‍દ્રસિંહ જેઠવાના મકાનમાં તા.લાલપુરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના ભાઇ આરોપી વિજયસિંહ પ્રેમસંગજી સોઢા ફરીયાદી બળવંતસિંહના નાના ભાઈ હોય અગાઉ તેને ફરીયાદી બળવંતંિસંહના પત્‍ની રીનાબા વચ્‍ચે પ્રેમ સબંધ બંધાયેલ હતો.

બાદ ફરીયાદી બળવંતસિંહને પોતાની પત્‍ની રીનાબાને સમજાવતા તેઓ માની ગયેલ હતા અને ફરીયાદી બળવંતસિંહના  કહેવા મુજબ આરોપી વિજયસિંહથી દુર રહેતા હતા આરોપી વિજયસિંહના કહ્યા મુજબ કશુ કરતા ન હતા કે તેનુ કશુ માનતા ન હતા જે બાબતનો ખાર રાખી આરોપી વિજયસિંહએ ફરીયાદી બળવંતસિંહના પત્‍ની રીનાબા (ઉ.વ.૩૦) વાળા ઉપર પથ્‍થરથી હુમલો કરી મોઢા ઉપર તથા કપાળ ઉપર વિગેરે જગ્‍યાએ માર મારી ખુન કરી ગુનો કરેલ છે.

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં બાબુભાઈ પોલાભાઈ પરમાર, (ઉ.વ.૩પ), રે. મુળીલા ગામ, રામાપીરના મંદિર વાળી શેરી, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી બાબુભાઈ આરોપી ધમભા રઘુભા જાડેજાની પાનબીડીની દુકાને બેસેલ હોય ત્‍યારે આરોપી ધમભાએ ફરીયાદી બાબુભાઈને પોતાની દુકાનેથી કેમ પાન ફાકી લેતો નથી તેમ કહી ફરીયાદી બાબુભાઈ સાથે ગાળો આપી હડધુત કરેલ તે દરમ્‍યાન આરોપી લકકીરાજસિંહ હરદેવસિંહ જાડેજા ત્‍યા આવી તેઓએ પણ ફરીયાદી બાબુભાઈને  થપ્‍પડ મારી બંન્‍ને આરોપીઓએ ભેગા મળી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

(12:56 PM IST)