News of Friday, 4th October 2024
કાલે માળીયાહાટીનામાં એસ.પી. મહેતા નો લોકદરબાર

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૪: જૂનાગઢ એસપી હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને આવતી કાલે સાંજે ૪ કલાકે પટેલ સમાજ માળીયાહાટીના ખાતે લોકદરબાર યોજાનાર છે.
માળીયાહાટીના મહિલા પીએસઆઇ એસઆઇ સુમરા દ્વારા સંવાદથી સુરક્ષા કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદમહેતા અધયક્ષ સ્થાને માળીયા હાટીના પોલીસ સ્ટેશનવતી પ્રશ્નોની ચર્ચા પ્રશ્નોનું નિરાકરણ લોકજાગૃતિ લોક સહયોગ માટે માળીયાહાટીના શહેરના તમામ આગેવાનો તેમજ વેપારી આગેવાનો તેમજ શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પીએસઆઇ સલ્મા સુમરા એજાહેર આમંત્રણ પાઠવ્યું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
