News of Friday, 4th October 2024
જુનાગઢમાં સોરઠીયા પ્રજાપતિ સમાજ સોશ્યલ ગ્રુપના નવરાત્રી મહોત્સવ દિવ્યાંગ બાળાઓના હસ્તે ખુલ્લો મુકાયો
મહોત્સવમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાથે રકતદાન કેમ્પનું પણ કરાયેલું આયોજનઃ સંજય બુહેચા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૪: શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ નવરાત્રી મહોત્સવના વિનોદભાઈ ચાંડેગરા તથા લલીતભાઈ વરૂ ની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, છેલ્લા નવ વર્ષની અદભુત સફળતા બાદ આ વખતે દશમી વખત શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નું ભવ્યથી અતિ ભવ્ય આયોજન જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ખલીલપુર ચોકડીથી તદ્દન નજીક દેશી પકવાનની બાજુમાં વિવાહ ફાર્મ ખાતે કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતાના દિવસે નીલમબેન તથા રેખાબેન દ્વારા સંચાલિત માખીયાળાની સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા તથા વનીતાબેન જોષીની આગેવાની હેઠળ ચાલતી દિવ્યાંગ સેવા સંસ્થા જોષીપરાની પ્રજ્ઞાચક્ષુની બાળાઓ, ઉપસ્થિત જ્ઞાતિજનો, મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટય કરવામાં આવેલ હતું.
નરેન્દ્ર જોગીયા, નિકુંજ કોરિયા એનાઉન્સમેટ વિભાગમાં સંદીપભાઈ રાઠોડ, ભરતભાઈ જાદવ ગેટ/રસોડા સમિતિમાં રાજુભાઈ જાદવ, હિતેશભાઈ ચાંડેગરા, વિનુભાઇ ચાંડેગરા, બાબુભાઈ ભડુકુળ, જેન્તીભાઈ વાઢેર, રાહુલભાઈ રાવત, મેહુલભાઈ મારુ, રાજુભાઇ નેના, ભાવેશભાઈ વાઢેર, દીપકભાઈ છાયા, જીગ્નેશ ધોકીયા, દિવ્યેશભાઈ ટાંક, વીજયભાઈ દેવળીયા, ભાવીનભાઈ કોરીયા, કીશોરભાઈ જાદવ, જીગરભાઈ ટાંક ગ્રાઉન્ડ સમિતિમાં જશનભાઈ ચાંડેગરા, ભરતભાઈ ડાભી, નિલેશભાઈ માળવીયા, ભાવેશભાઈ વેગડ, રાજભાઈ જેઠવા, વિપુલભાઈ ગાધેર, વિપુલભાઈ માળવીયા, હેમનભાઇ વરૂ, ભૌતિકભાઈ છાયા, આશિષભાઈ કોરિયા, સ્ટેજ બેઠક સમિતિમાં રવિ ભરડવા, નિલેશ ચાંડેગરા, રમેશ કોરિયા, સુરેશભાઈ ગિરનારા, નિશાંતભાઈ નેના, જતીનભાઈ કુકડીયા સ્થળ પર જ્ઞાતિજનો પાસેથી ફાળો એકત્રિત કરણ કરવાની સમિતિમાં ભાવેશભાઈ ખોલીયા જયસુખભાઈ જાદવ, લલીતભાઈ ચાંડેગરા, રાકેશભાઈ ગાધેર, મહેન્દ્રભાઈ ભરડવા, પ્રવીણભાઈ કોરિયા, હરેશભાઈ જેઠવા લોગા વિતરણ સમિતિમાં ભાર્ગવભાઈ વેગડ, રાજભાઈ માવદીયા, પ્રશાંતભાઈ દેવળીયા, પ્રાથમિક સારવાર કેન્દ્ર સમિતિમાં ડો. અર્ચિત ભરડવા, ડો. પરેશ ચાંડેગરા, સંજય બુહેચા, ઉદય બુહેચા, માનસીબેન નેના, જજ નિર્ણાયક માટેની સમિતિના પ્રતિક ચાંડેગરા શીલ્ડ વિતરણની સમિતિમાં વીપુલભાઈ ગાધેર, કેતનભાઇ નેના સેલ્ફી પોઇન્ટ સમિતિના ભાવિનભાઈ કોરિયા નવરાત્રી મહોત્સવની મંજૂરી માટે સમિતિના રસિકભાઈ નેના વિપુલભાઈ રાવત સલાહકાર સમિતિમાં શ્રી પી.એ. ટાંક, ભગવાનજીભાઈ વાળા, વાલજીભાઈ જેઠવા, અતુલભાઈ વિસાવાડીયા, પ્રો. રાજેશભાઈ લાડવા સાહેબ, હરસુખભાઈ ચાંડેગરા, હસમુખભાઈ વડુકુળ, ગોવિંદભાઈ વેગડ સહિતના જ્ઞાતિજનોની સમિતિઓ બનાવીને ટીમ વર્ક કરી સફળતાની તરફ આગળ વધી રહ્યા છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
