News of Friday, 4th October 2024
ભેસાણ નજીક રીક્ષા પલટી ખાઇ જતા જેતપુરના વીરપુર ગામના યુવાનું મોત
અકસ્માતમાં મરનાર યુવકની પત્નીને પણ ઇજા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૪: ભેસાણ નજીક રીક્ષા પલટી ખાઈ જતા જેતપુરના વીરપુર ગામના યુવાનું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં મરનાર યુવકની પત્નીને પણ ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જેતપુર તાલુકાના વિરપુર ગામના મહાદેવીબેન પરેશભાઈ લીંબડ ગઈકાલે વીરપુરના પ્રવીણ ઉર્ફે ધીરૂ ભીખુની રિક્ષામાં બેસીને જતા હતા.
ત્યારે ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ પાસે રિક્ષા ચાલક પ્રવીણ ઉર્ફે ધીરૂએ રીક્ષાને પુર ઝડપે ચલાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં મહિલાના પતિ પરેશભાઈ ભીખુભાઈ ઉ. વ. ૩૫નું ગંભીર ઇજા થવાથી મળત્યુ નીપજ્યું હતું જ્યારે તેમના પત્ની મહાદેવીબેનને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ભેસાણ પોલીસે મહિલાની ફરિયાદ લઈ રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
