<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

જામનગરમાં રોમીયોગીરી કરનારા તત્‍વોને પોલીસની ‘શી' ટીમ પાઠ ભણાવશે

જામનગરઃ નવરાત્રી શરૂ થઈ ચૂકી છે અને નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમવા ખેલૈયાઓ પણ તૈયાર હોય છે. ત્‍યારે નવરાત્રી દરમિયાન રોમિયોગીરી અને ગરબે ઘૂમતી દીકરીઓની પજવણી કરતા તત્‍વોને પાઠ ભણાવવા માટે જામનગર પોલીસની શી ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. જામનગરમાં ડીવાયએસપી નયના ગોરડીયા ના માર્ગદર્શન હેઠળ શી ટીમ વિવિધ ગરબા ગ્રાઉન્‍ડમાં રવાના કરવામાં આવી રહી છે. ત્‍યારે મશ્‍કરી કરતા લોકો અને મોબાઇલમાં વિડિયો ફોટોગ્રાફી કરતા લોકોને પોલીસની આ મહિલા શી ટીમ ઝડપી કાયદાનું ભાન કરાવશે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:20 PM IST)