News of Friday, 4th October 2024
ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા ઉપસ્થિત રહેશે.: તાબોડતોબ પ્રશ્નોનું નિરાકણ કરાશે
કાલે પડધરીમાં સેવાસેતુ

( મનમોહન બગડાઇ દ્વારા)પડધરી તા. ૪: કાલે પડધરી ગીતાનગર પ્રાથમિક શાળા ખાતે સવારના ૯ વાગ્યાથી ‘‘ સેવા સેતુ'' (૧૦ માં તબક્કા) નો કાર્યક્રમ યોજાશે. જેમાં પડધરી સહિત અન્ય ૧૫ ગામોને સમાવિષ્ટ કરવામાં આવે છે.
સરકારશ્રીની વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ લાભાર્થીને ઘર આંગણે મળી રહે તેવા શુભ ઉદેશથી યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓનો લાભ અને યોજનાની માહિતી મેળવવા લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પડધરી ગ્રામ પંચાયત સરપંચશ્રી ડો. વિજયભાઇ પરમારની યાદીમાં જણાવેલ છે. કાર્યક્રમ દરમ્યાન તમામ વિભાગના અધિકારી તેમજ પડધરી ટંકારા વિસ્તારના માન. ધારાસભ્યશ્રી દુર્લભજી ભાઇ દેથરીયા ઉપસ્થિત રહેશે.
પડધરી તાલુકાના સરપદડ ગામે તા. ૧૭-૦૯-૨૪ ના રોજ ‘‘ સેવા સેતુ'' કાર્યક્રમ યોજાયેલા જેમાં ગ્રામ્ય આગેવાનો અને ખેડૂતો દ્વારા સોમનાથ ખેતીવાડી ફીડરમાં અવાર-નવાર ફોલ્ટ થતો હોવાની આક્રોસ સાથે રજૂઆત કરવામાં આવેલ, સબંધીત પ્રશ્નના કાયમી ઉકેલ માટે માન. ધારાસભ્યની દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા પી.જી.વી.સી.એલ કચેરી પડધરીના અધિકારી શ્રી કલોલાને સૂચના આપતા આપ્રશ્ને યુધ્ધના ધોરણે કામ લઇ પ્રશ્નનું યથાર્થ નિરાકરણ ખેડૂતોના હિતમાં કરી આપેલ છે.(૩.૯)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
