News of Friday, 4th October 2024
નવરાત્રી એટલે નારી શકિતના નવ સ્વરૃપોના આરાધનાનું પર્વ
સતત દશ દિવસ અને નવ રાત્રી સુધી સંપુર્ણ બ્રહ્માંડમાં વ્યાપ્ત મહાશકિતની અવિરત થતી આરાધનાઃ વિવિધ સ્વરૃપોની ઉપાસના કરવી એ જ નવરાત્રી પર્વની ઉજવણી

નવરાત્રિ એટલે જેના થકી આપણા દરેકનું જીવન અસ્તિત્વમાં આવ્યું છે, ઊછર્યું છે, અને રક્ષાયું છે એ દરેક સ્ત્રીમાં વસેલા નારીતત્વના જીવનની નવ વિવિધ અવસ્થાઓની મહત્તા દર્શાવતી ઉજવણી. એક સ્ત્રી એના જન્મથી લઈને મળત્યુ સુધી માનવજીવનના અસ્તિત્વને ટકાવી રાખવા સતત વિવિધ સ્વરૃપોમાં અમૂલ્ય યોગદાન આપતી રહે છે. એના આ યોગદાનને ઓળખવા અને બિરદાવવા ઉજવાતો પર્વ એટલે નવરાત્રિ. માનવજીવન નારીશકિતની નવ જુદા–જુદા અવસ્થાઓને કારણે જ સંરક્ષિત છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ નવરાત્રિ એટલે સમગ્ર સળષ્ટિમાં જે અનંતકાળથી પ્રવર્તમાન છે તે આદિશકિત પાર્વતીના સામર્થ્યનો સાક્ષાત્કાર કરવાનો પ્રસંગ. સતત દસ દિવસ અને નવ રાત્રિ સુધી સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપ્ત એવી મહાશકિતની થતી અવિરત આરાધના. નવરાત્રિની દરેક રાત્રિએ એ અપારશકિત પાર્વતીના વિવિધ સ્વરૃપોની ઉપાસના અને આપણા સૌને એ દરેક સ્વરૃપોની કળપાદ્રષ્ટિથી વિશિષ્ટ શકિતઓ અને સિદ્ઘિઓ પ્રાપ્ત થતી રહે એવી પ્રાર્થના સાથેનો ઉજવાતો ઉત્સવ.
આદિશકિત એટલે એ શકિત, કે જે સમસ્ત જગતમાં વિવિધ સ્વરૃપે અદ્રશ્યપણે પ્રવર્તમાન છે તે. જેના થકી સમગ્ર સંસારનો વહીવટ ચાલે છે તે. બ્રહ્માના સળજનકાર્ય પાછળ જે શકિત છુપાયેલી છે તે, વિષ્ણુ જે શકિત વડે પાલન–પોષણ કરે છે તે, અને શિવમાં સમાયેલી સંહારશકિત છે તે. જે ન હોય તો શિવ, શિવ ન રહે અને ફકત શવ બની રહે તે શકિત. સમસ્ત જડ અને ચેતન જગતના ઉત્પત્તિ, ઉછેર, રક્ષણ, અને વિલયના નિયમો પ્રસ્થાપિત કરવામાં કારણભૂત છે તે શકિત. જેના કારણે પ્રાણીઓના માનસિક, ચિંતનિક, શારીરિક, ઇન્દ્રિય, વગેરે કાર્યો શક્ય બને છે એ શકિત. ભાવનાત્મક, રચનાત્મક, કલા, ખેલકૂદ, શૌર્ય, વગેરે પ્રવળત્તિમાં અસ્તિત્વ ધરાવતી શકિત. આ બધી શકિતઓનું મૂળ સ્વરૃપ જે છે તેને કહેવાય છે આદિશકિત. જે સર્વત્ર અને સદાકાળ પ્રવર્તમાન છે. એના વિવિધ સ્વરૃપોની ઉપાસના કરવી એ જ નવરાત્રિના પર્વની ઉજવણી.
નવરાત્રિની નવદુર્ગા એ પાર્વતીમાં રહેલા નારીતત્વની નવ અવસ્થાઓની જ ઝાંખી કરાવે છે.૧) શૈલપુત્રી (શૈશવવળત્તિ) ૨) બ્રહ્મચારિણી (જિજ્ઞાસુ–વિદ્યાર્થી) ૩) ચંદ્રઘંટા (રજોવળત્તિ) ૪) કૂષ્માંડા (ગર્ભવતી) ૫) સ્કન્દમાતા (માતળત્વ) ૬) કાત્યાયની (સંતાન–ઉછેરકર્તા) ૭) કાળરાત્રિ (પરિવાર–રક્ષણકર્તા) ૮) મહાગૌરી (રજોનિવળત્તિ) ૯) સિદ્ઘિદાત્રી (પથદર્શિકા)
રાત્રિ ૧: શૈલપુત્રી (કુંડલિનીઃ મૂલાધાર ચક્ર)પાર્વતીનું બાળસ્વરૃપ એટલે શૈલપુત્રી. શૈલપુત્રી એટલે શૈલ (પર્વત)ની પુત્રી. પર્વતરાજ હિમાવત અને મેનાવતીની પુત્રી. શૈશવકાળમાં માનવી ન તો સ્ત્રી હોય છે કે ન તો પુરુષ. એ તો ફકત બાળક જ હોય છે. અલગ શરીરરચના સિવાય બીજી કોઈ ભિન્નતા હોતી નથી. એ અવસ્થા તો ફકત નિર્મળ આનંદની જ હોય છે. શૈલપુત્રી એ સ્ત્રીના નિર્દોષ મન અને નિર્મળ આનંદની પ્રતિકળતિ જ હોય છે. શૈલપુત્રીના આશીર્વાદ થકી સાધકને સુરક્ષિતતા, સ્થિરતા, અને સાહસની પ્રાપ્તિ થાય છે.
રાત્રિ ૨: બ્રહ્મ ચારિણી (કુંડલિનીઃ સ્વાધિષ્ઠાન ચક્ર) નવરાત્રિના બીજા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે એ દેવીસ્વરૃપનું નામ છે બ્રહ્મ ચારિણી. પાર્વતી પોતાના આરાધ્ય ભગવાન શિવને પામવા હેતુ ઋષિઆશ્રમોમાં રહીને સખત અભ્યાસ અને તપનું અનુષ્ઠાન કરે છે. પાર્વતીના જીવનની આ અવસ્થા બ્રહ્મ ચારિણી તરીકે ઓળખાય છે. એ જ રીતે દરેક નારી પોતાની જ્ઞાનક્ષુધા સંતોષવા તેમજ લક્ષ્યપ્રાપ્તિ માટે અડગ રહી એકચિત્તે અભ્યાસ કરતી હોય છે. બ્રહ્મચારિણી એ જ્ઞાન અને સમજણનું અવિરત સ્ત્રોત છે. બ્રહ્મચારિણીના આશીર્વાદ થકી જીવનમાં આવતી સમસ્યાઓ દરમિયાન ભાવનાત્મક શકિત દ્વારા માનસિક સંતુલન અને આત્મવિશ્વાસ જળવાય રહે છે. બ્રહ્મચારિણી સત્યના માર્ગે ચાલવાની અને મૂલ્યોને વળગી રહેવાની પ્રેરણા અને બળ પ્રદાન કરે છે. એમની કળપાથી પરિવારોમાં તોહ, શાંતિ, અને સંવાદિતતા જળવાય રહે છે. બ્રહ્મચારિણીના આશીર્વાદ થકી જીવનમાં આવતી સમસ્યાઓ દરમિયાન ભાવનાત્મક શકિત દ્વારા માનસીક સંતુલન અને આત્મવિશ્વાસ જળવાઇ રહે છે. બ્રહ્મચારીણી સત્યના માર્ગે ચાલવાની અને મુલ્યોને વળગી રહેવાની પ્રેરણા અનેબળ પ્રદાન કરે છે. એમની કૃપાથી પરિવારોમાં સ્નેહ, શાંતિ અને સંવાદિતતા જળવાઇ રહે છે. બ્રહ્મચારણીના આશીર્વાદ થકી સાધકને સર્જનાત્મકતા, કલા, જુસ્સો, દ્રઢનિય અને ભાવનાત્મક સંતુલનની પ્રાપ્તી થાય છે.
રાત્રિ ૩: ચંદ્રઘંટા (કુંડલિની : મણિપુર ચક્ર)
નવરાત્રિના ત્રીજા દિવસે જેની આરાધના થાય છે એ દેવી છે ચંદ્રઘંટા. ભગવાન શિવને રીઝવવા માટે પાર્વતીનું એક અત્યંત સુંદર અને મોહક તરૃણીમાં રૃપાંતરણ થવું એ જ ચંદ્રઘંટા સ્વરૃપ. ચંદ્રઘંટાનું અપ્રતિમ સૌંદર્ય જ ભગવાન શિવને પાર્વતી પ્રત્યે આકર્ષિત કરે છે. દરેક સ્ત્રીના જીવનમાં રજોવળત્તિની શરૃઆત પછી બાળકમાંથી સ્ત્રી બનવાની જે પ્રક્રિયા આરંભે છે ત્યારે તે સુંદર અને મોહક તરૃણીમાં પરિવર્તતે છે. આ અવસ્થા દરમિયાન શરીરમાં આવતા બદલાવ એને પોતાના અસ્તિત્વ અને સૌંદર્ય પ્રત્યે સભાન બનાવે છે. ચંદ્રઘંટા જગતમાં ન્યાય અને શિસ્ત પ્રસ્થાપિત કરે છે. એમના આશીર્વાદ થકી માનવી વિપત્તિઓ સામે લડવાની અવિરત શકિત મેળવે છે. નકારાત્મક ઉર્જાઓ સામે અડગ રહી વિજયી બનવાની શકિત પણ ચંદ્રઘંટાની કળપાથી પ્રાપ્ત થાય છે. ચંદ્રઘંટાના આશીર્વાદ થકી આત્મવિશ્વાસ અને હિંમતની પ્રાપ્તિ થાય છે.
રાત્રિ ૪: કૂષ્માંડા ( કુંડલિની : અનાહત ચક્ર)
કૂષ્માંડા એ નવરાત્રિના ચોથા દિવસે પૂજાતું સ્વરૃપ છે. કૂ એટલે નાનું, ઉષ્મા એટલે શકિત, અને અંડા એટલે ગર્ભ. કૂષ્માંડા એટલે સળષ્ટિના સર્જન માટે જે જરૃરી છે તે શકિત ધરાવનારું બ્રહ્માંડીય ગર્ભ. ભગવાન શિવ સાથે મિલન થયા પછી ગર્ભ ધારણ કરે છે એ અવસ્થા તે કૂષ્માંડા. દરેક સ્ત્રીના જીવનમાં એક અતિશય વિસ્મયકારક અને આનંદદાયી બદલાવ લાવતી અવસ્થા તે ગર્ભધારણની અવસ્થા. એક નવું જીવ પોતાના શરીરમાં આકાર લઇ રહ્યું છે એની અદભુત લાગણીને સમજવી અને વર્ણવવી એ કદાચ જ કોઈ પુરૃષ માટે શક્ય હશે.કૂષ્માંડાના આશીર્વાદ માનવીને સારા સ્વાસ્થ્ય, સંપત્તિ, અને સામર્થ્ય પ્રદાન કરે છે. કૂષ્માંડાના આશીર્વાદ થકી સાધકમાં પ્રેમ, કરૃણા, અને દયા જન્મે છે. એ પછી સમગ્ર જગત પ્રત્યે બિનશરતી પ્રેમ, સહાનુભૂતિ, અને બીજા જીવો સાથેનું જોડાણ જન્મે છે.
રાત્રિ ૫: સ્કન્દમાતા (કુંડલિની : વિશુદ્ઘિ ચક્ર)
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. સ્કંદ એટલે કાર્તિકેય. કાર્તિકેયની માતા એ સ્કંદમાતા. તેણી એક અપ્રતિમ પવિત્ર માતળત્વની ઝાંખી કરાવે છે. જન્મ દીધા પછી જે રીતે દરેક માતા પોતાના સંતાનોની કાળજી રાખે છે એ જ રીતે સ્કંદમાતા પણ સમગ્ર સંસારની કાળજી રાખે છે. બાળકના જન્મ થતાની સાથે જ એક સ્ત્રીના અભિગમમાં જબરજસ્ત વળાંક આવી જાય છે. એ સ્વલક્ષી મટીને પોતાના સંતાનલક્ષી બની જાય છે. આ જ અવસ્થા એવી છે કે જેમાં એ પોતાના અંગત જીવનને ભૂલીને હરસમય પોતાના બાળકને જ પ્રાધાન્ય આપે છે. માતળત્વની આ અવસ્થા સ્ત્રીના જીવનની શ્રેષ્ઠતમ અવસ્થા છે. સ્કન્દ માતાના આશીર્વાદ બુદ્ઘિ અને શાણપણની સાથે–સાથે મુકિત અને શકિત પણ પ્રદાન કરે છે. સ્કંદમાતાના આશીર્વાદ થકી સાધકને અસરકારક સંચાર કુશળતા અને પોતાના વિચારો અને લાગણીઓને સુચારૃરૃપે પ્રદર્શિત કરવાની શકિત મળે છે.
રાત્રિ ૬: કાત્યાયની (કુંડલિની : આજ્ઞા ચક્ર)
નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયનીની આરાધના થાય છે. કાત્યાયની એ પાર્વતીનું રૌદ્ર સ્વરૃપ છે. બ્રહ્મ ા–વિષ્ણુ–મહેશની સંયુકત શકિત એટલે કાત્યાયની. સમસ્ત દેવોની સમસ્ત શકિત જયાં એકઠી થાય છે એ કાત્યાયની શકિત. દુષ્ટોનો નાશ કરવા માટે સૌથી સક્ષમ સ્વરૃપ એ કાત્યાયની સ્વરૃપ. આ એક એવી અવસ્થા છે કે જે દરમિયાન એક સ્ત્રી પોતાના સંતાનની રક્ષા માટે અત્યંત આક્રમક અને જરૃરપડયે હિંસક બની જતી હોય છે. પોતાના સંતાનોની રક્ષાહેતુ વિકરાળ બની ગમે તેવી વિપત્તિઓ સામે લડી લેવા સક્ષમ બની જતી હોય છે. કાત્યાયનીના આશીર્વાદ થકી સાધકને અંતર્જ્ઞાન, અંતર્દ્રષ્ટ, દીર્ઘદ્રષ્ટિ, અને આધ્યાત્મિક જાગળતિ મળે છે. જેના થકી, સાધકને આંતરિક સમજ અને અંતિમ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
રાત્રિ ૭: કાળરાત્રિ (કુંડલિની : સહશ્રાર ચક્ર)
નવરાત્રિના સાતમાં દિવસે કાળરાત્રિની આરાધના થાય છે. આ સ્વરૃપ પણ પાર્વતીનું એક અતિ રૌદ્ર સ્વરૃપ છે. જગતરૃપી પોતાના પરિવારની રક્ષાહેતુ પાર્વતીનું આ અતિ રૌદ્ર સસ્વરૃપ છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં એક સ્ત્રી પણ પોતાના પરિવારના રક્ષણહેતુ પોતાનું સર્વસ્વ હોમ દે છે. સંતાનો મોટા થવા માંડે એટલે પતિ અને સંતાનોની સુખાકારીની જવાબદારી પોતે ઉપાડી લે છે અને સમસ્યા સામે જીતવા માટે જો રૌદ્રરૃપ ધારણ કરવું પડે તો તે પણ કરી લે છે.કાળરાત્રિના આશીર્વાદ થકી સાધક આધ્યાત્મિક ઉન્નતિ પામી બહ્માંડિય ચેતના પ્રત્યેની સમજ કેળવે છે અને તેને પામે છે. જે આગળ જતા ઔલોકિક આધ્યાત્મિક અનુભવોની અનુભૂતિ કરાવે છે અને સમગ્ર બ્રહ્માંડ સાથેના એકત્વની લાગણી સ્થિર કરે છે.
રાત્રિ ૮: મહાગૌરી (કુંડલિનીઃ વિશુદ્ઘિ ચક્ર)
નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના થાય છે. ચંદ્રમાના પ્રકાશસમા મહાગૌરી અત્યંત ગૌરવર્ણી અને પવિત્ર જણાય છે. પાર્વતીનું આ એક સૌમ્ય સ્વરૃપ છે.પૌરાણિક કથા મુજબ શુમ્ભ–નિશુમ્ભને વરદાન હોય છે કે એમનું મળત્યું એક કુમારિકા થકી જ શક્ય હોય છે. માટે પાર્વતી એ બંનેના વધ માટે એક કુમારિકાનું સ્વરૃપ ધારણ કરે છે જે મહાગૌરી તરીકે ઓળખાય છે. આ જ રીતે એક સ્ત્રી પણ પચાસની ઉંમર પછી રજોનિવળત્તિ લઇ એક કુમારિકાની અવસ્થામાં પુનઃપ્રવેશ કરે છે. આ અવસ્થા પછી તે પોતાના જીવનના અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરવાની તૈયારીઓ કરવા માંડે છે. મહાગૌરીના આશીર્વાદ થકી સાધકમાં શુધ્ધતા અને સદગુણોનો સંચાર થાય છે. જેના થકી ભૌતિક જગતમાંથી ઉત્પન્ન થતા સાંસારિક દુઃખોમાંથી સાધકને મુકિત મળે છે. આમ થવાથી અંતે સાધક સત–ચિત્ત–આનંદનો પરમ અનુભવ પામે છે.
રાત્રિ ૯: સિદ્ઘિદાત્રી (કુંડલિનીઃ આજ્ઞા ચક્ર)
નવમા અંતિમ દિવસે પૂજાતું સ્વરૃપ છે તે સિદ્ઘિદાત્રી. સિદ્ઘિ એટલે અલૌકિક અને આધ્યાત્મિક શકિતઓ. દાત્રી એટલે આપનાર. એવું કહેવાય છે કે ભગવાન શિવનું એકબાજુનું શરીર એ સિદ્ઘિદાત્રીનું શરીર છે. અને તે જ સ્વરૃપ અર્ધનારેશ્વર કહેવાય છે. બધી જ પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી એક સ્ત્રીની એવી અવસ્થાનો આરંભ થાય છે કે જેમાં એ પોતાના પરિવારના સર્વાંગિક વિકાસાર્થે અને લાભાર્થે પ્રવળતિમય રહે છે. જીવન દરમિયાન પોતે મેળવેલા જ્ઞાન, અનુભવો, અને કુશળતાઓને પોતાના પરિવારના સભ્યો સાથે એમના વિકાસાર્થે અને સુખાકારી માટે વહેંચવામાં જ કાર્યરત રહે છે.
એમની ઉપાસના કરનારાઓને સિદ્ઘિદાત્રી આઠ અલૌકિક શકિતઓના વરદાન આપે છે. આ શકિતઓ છે અણીમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, અને વશિત્વ. અણીમા એટલે કોઈકનું શરીર અણું જેટલું સૂક્ષ્મ કરી નાખવું. મહિમા એટલે કોઈકનું શરીર અમર્યાદિત વિશાળ કરી નાખવું. લઘિમા એટલે વજનરહિત કરી નાખવું. ગરિમા એટલે અમર્યાદિત વજનદાર કરી નાખવું. પ્રાપ્તિ એટલે સર્વત્ર હાજર રહેવું. પ્રાકામ્ય એટલે ઇચ્છિત દરેક વસ્તુની પ્રાપ્તિ. ઈશિત્વ એટલે સંપૂર્ણ પ્રભુત્વ મેળવવું. વશિત્વ એટલે સર્વને વશમાં કરવું. એવું કહેવાય છે કે ભગવાન શિવને આ આઠેય સિદ્ઘિઓ સિદ્ઘિદાત્રીએ અર્પી હતી.
નવેનવ દિવસ માતાજીના વિવિધ સ્વરૃપો અને એની સાથે સંકળાયેલા મંત્રો, રંગો, વાહનો, અને શકિતઓ અનુસાર જે–તે રાત્રિએ એના ચોક્કસ મંત્રનું ઉચ્ચારણ કરવાથી અને તે રાત્રિએ તેના ચોક્કસ રંગને ધારણ કરવાથી ચોક્કસ સિદ્ઘિઓની પ્રાપ્તિ થઈ શકે છે એવી મારી આસ્થા છે. આ સમજણ કેળવવાથી મને શ્રદ્ઘા છે કે આપણે આપણી સંસ્કળતિને સાચી રીતે ઓળખીશું, સમજીશું, અને સારી રીતે માણીશું. જો સમજણ સાથે ઉત્સવોને સારી રીતે ઉજવીશું તો મને વિશ્વાસ છે કે વાતાવરણમાં ઉત્કળષ્ઠ તરંગો ફેલાશે અને આપણા સૌને કેટલીયે વિશિષ્ટ શકિતઓ પ્રાપ્ત થશે. (૪.૧૭)
કાર્તિક રાવલ
ટલ્સા, ઓકલાહોમા (યુ.એસ.એ.)
વિદેશમાં રહેતા હોવા છતાંયે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ પરંપરા ઉજાગર કરતો આ લેખ એનઆરઆઇ કાર્તિકભાઇ રાવલે અમેરીકાના ઓકલાહોમાથી મોકલ્યો છે. (સૌજન્યઃ યજ્ઞેશ આચાર્ય, વિનોદ ગાલા–ભુજ)

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
