<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

ભુજમાં ૧૦૦૦ રૂ. માટે યુવાનની હત્યા કરનાર ઈમરાન જુણેજા છરી સાથે ઝડપાયો

ઈમામ ચોકમાં રુઝેન હિંગોરજાની છરી વડે હત્યા કરનાર ઈમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજા ઝડપાઈ ગયો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ગઈ કાલે રાત્રે ભુજના સંજોગનગર વિસ્તારમાં ઈમામ ચોકમાં રુઝેન હિંગોરજાની છરી વડે હત્યા કરનાર ઈમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજા ઝડપાઈ ગયો છે. મૃતક રુઝેન હિંગોરજાએ ઉછીના આપેલા રૂ. ૧૦૦૦ પાછા માંગતા થયેલ બોલાચાલીમાં ઈમરાન જુણેજાએ છરી ઝીંકી હત્યા કરી હતી. ભુજ એ ડિવિઝન પોલીસે આરોપી ઈમરાન જુણેજાને છરી સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:56 PM IST)