News of Friday, 4th October 2024
ભુજ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉમળકાભેર આવકાર
મુખ્યમંત્રી અહીંથી હેલિકોપ્ટર દ્વારા માતાના મઢ અને માંડવી જવા રવાના થયા હતા.

(વિનોદ ગાલા દ્વારા )ભુજ :આજે કચ્છ જિલ્લા ના પ્રવાસે પહોંચી આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ત્રિકમભાઇ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ સહિત આગેવાન દેવજીભાઈ વરચંદ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, બાલકૃષ્ણભાઈ મોતા, ભીમજીભાઇ જોધાણી સહિતના મહાનુભાવોએ ઉમળકાભેર સ્વાગત કરી આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રી અહીંથી હેલિકોપ્ટર દ્વારા માતાના મઢ અને માંડવી જવા રવાના થયા હતા.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
