<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

રાજકોટના યુવાનનને સામખિયાળી પાસે કાળ આંબ્યો: કાર ડિવાઈડર સાથે અથડાઈ

કચ્છથી રાજકોટ પરત જઈ રહેલા ૩૯ વર્ષીય કાર ચાલક મૌલિક ઘનશ્યામ ત્રિવેદીનુ અકસ્માતમાં મૃત્યુ થતા અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : વાહન ચલાવતી વખતે દરેક વાહનચાલકોએ સાવધ રહેવાની જરૂરત છે. વાહનચાલકની નાનકડી બેદરકારી પણ ઘણીવાર જીવલેણ બની જતી હોય છે.

        કચ્છથી રાજકોટ પરત જઈ રહેલા ૩૯ વર્ષીય યુવાન કાર ચાલક મૌલિક ઘનશ્યામ ત્રિવેદીએ સામખિયાળી હાઈવે ઉપર કાર પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં આ યુવાનનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:26 AM IST)