<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

કાલે ખ્‍યાતનામ ગાયક કુમાર સાનુ મોરબીમાં

પાટીદાર નવરાત્રી મહોત્‍સવમાં રાસ-ગરબાની રંગત બોલાવશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૫: મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્‍સવમાં તા ૬ ની રાત્રે બોલિવૂડના ખ્‍યાતનામ ગાયક કુમાર સાનુ રાસની રંગત સાથે ખેલૈયાઓને ડોલાવશે. મહોત્‍સવમાં ૨૧ શહિદના પરિવારોને સ્‍ટેજ ઉપર બોલાવી સહાય અર્પણ કરાશે. એન્‍ટ્રીગેટ પર ભૂદેવો તમામને તિલક કરશે.

શહીદ પરિવારોને રૂ.૧-૧ લાખના ચેક અપાશે, નફામાંથી ૫૦ ટકા રકમ પાટીદાર કેરિયર એકેડમિમાં અપાશે. ૨૫ વિઘા જેટલી વિશાળ જગ્‍યામાં સુરક્ષિત વાતાવરણ સાથેનું ભવ્‍ય આયોજન. આ નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત આ આયોજનના નફાની તમામ રકમ સેવાકાર્યોમાં વપરાશે તેવું સેવા એજ સંપત્તિ ફાઉન્‍ડેશન ચીફ અને આયોજક અજય લોરીયાએ જાહેર કર્યું છે.

આ નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ એન્‍ટ્રી આપવામાં આવશે. બન્ને એન્‍ટ્રી ગેટ ઉપર જ ૧૧- ૧૧ ભૂદેવો હશે. જેઓ તિલક કરશે. ખેલૈયાઓએ આઇડી સાથે રાખવાનું રહેશે. જે આયોજકો તથા બાઉન્‍સર દ્વારા ગમે ત્‍યારે ચેક કરવામાં આવશે.

(9:37 AM IST)