<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જામનગર પટેલ યુવક ગરબી મંડળમાં ધગધગતા આગના અંગારા પર ખુલ્લા પગે ગરબે રમી પરંપરા જાળવી રાખતા યુવકો

જામનગર::નવરાત્રી ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના આવેલ જામનગરમાં ધગધગતા આગના અંગારા પર પટેલ યુવક ગરબી મંડળમાં ખુલ્લા પગે ગરબે રમી આજે પણ પરંપરા જાળવી રહ્યા છે.. આ નવરાત્રીમાં મોડી રાત્રે શિવાજીના હાલરડા અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું'ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે. જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમિયાન યુવાનો સવસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:01 AM IST)