News of Saturday, 5th October 2024
પોરબંદર દીવેચા કોળી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો તે ગૌરવરૂપઃ અર્જુનભાઇ મોઢવાડીયા
માઇક વિના અને માત્ર પુરૂષો માટેની ૯૯ વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીના શતાબ્દી મહોત્સવ ઉજવણીનો પ્રારંભ : ધારાસભ્ય અર્જુનભાઇ, બાબુભાઇ બોખીરીયા, પાલીકા પ્રમુખ ચેતનાબેન તથા ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઇના હસ્તે દીપ પ્રાગટય

પોરબંદર, તા., ૫: આવતા વર્ષે સ્થાપનાના ૧૦૦ વર્ષ પુર્ણ કરવા તરફ પ્રયાણ કરી રહેલા દીવેચા કોળી સમાજની માઇક વિના અને માત્ર પુરૂષો માટેની પ્રાચીન ગરબીના શતાબ્દી મહોત્સવ ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ગરબીમાં પ્રથમ નોરતામાં દીપ પ્રાગટય કરીને અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે ૯૯ વર્ષથી માઇક વિના અને માત્ર પુરૂષો માટેની પ્રાચીન ગરબી ટકાવી રાખીને દીવેચા કોળી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે. તે ગૌરવ રૂપ છે.
લીમડા ચોક ખાતે શ્રી ભદ્ર કાલી માતાજી ના પરિ સર મા દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કળતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબી મંડળ ૯૯ વર્ષ પુરા કરી આ વર્ષથી ૧૦૦ વર્ષ પુરા થતા હોય આ વર્ષે આ ગરબી મંડલનો શતાબ્દી મહોત્સવ નો પ્રથમ નોરતે પ્રાંરંભ થયો હતો
શતાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રારંભ પોરબંદરની ભદ્રકાલી દિવેચા કોળી સમાજ ગરબી મંડળના સેવા કર્મી પ્રમુખ રામજી ભાઈ છગનભાઇ બામણીયા સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, અમારા પૂર્વ સુરીઓ એ આ પરમપરા જાળવી રાખી છે અમારું સદ ભાગ્ય છે કે ભદ્રકાલી માતાજીએ આ ગરબીનો શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવાનો અમોને અવસર આપ્યો છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સાથે યોજાએલ આ શતાબ્દી મહોત્સવની ઉજવણીના અવસરે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબાભાઈ બોખીરીયા, ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પટેલ, નગર પાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબના પ્રમુખ હિરલબા જાડેજા, સમાજ શ્રેષ્ઠિ સામત ભાઈ ઓડેદરા, લક્કી રાજસિંહ વાળા, જગદીશભાઈ મોતીવરસ, કાના ભાઈ જાડેજા, વજસીભાઈ,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા, દિવેચા કોળી જ્ઞાતિના પ્રમુખ મગનભાઈ બામણીયા નગર પાલિકાના સદસ્યોં સર્વ ભલાભાઈ મહિયારા, વિશાલભાઈ બામણીયા, ભરત ભાઈ બામણીયા. હાર્દિકભાઈ લાખાણી, સેવાભાઈ તબીબી ડો સિદ્ધરાજ જાડેજા, ડો, પ્રીતિ બેન જાડેજા, ડો ભરત બામણીયા, ડો યાજ્ઞિક વાજા,ડો વિપુલ વાજા, ડો નીતિન પોપટ, ડો પંચાલ સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
ટ્રષ્ટીઓ રામજી ભાઈ બામણીયા, ફુલ ભાઈ બામણીયા, બાબુ ભાઈ ભાલીયા, પ્રેમજી ભાઈ વાજા, ભીખુ ભાઈ મકવાણા ભદ્ર કાલી માતાજી મંદિર ના ઋષિ કુમારો શ્રી અરવિંદભાઈ આચાર્ય, બિપિન ભાઈ આચાર્ય શ્રી કમલેશભાઈ એ મહાનુભાવોને પુષ્પ ગુચ્છ અર્પણ કરી ને અભિવાદન કરવામાં આવેલ હતું
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પોરબંદરના કોળી સમાજરત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ સંભાળ્યું હતું જયારે આભારવિધિ સમાજ શ્રેષ્ઠિ નારણભાઇ બામણીયા એ કરી હતી જ઼ી. ટી. પી. એલ. ૯૮૨ પર રાજભા જેઠવા તથા ભરત બામણીયાના સહકાર થકી લાઈવ પ્રસારણ કરવા માં આવેલ હતું
આ કાર્યક્રમમાં ૐ સાંઈ ટેકા પરબ ના પ્રમુખ રામસી ભાઈ બામણીયામાનવસેવા ઉત્કર્ષના પ્રમુખ જ્યંતી ભાઈ રાઠોડ, ,કોળી સેનાના પ્રમુખ મનોજ ભાઈ મકવાણ લાલા ભાઈ ગોર, કેતન ભાઈ લોઢીયા, વસન્તં ભાઈ રાણીંગા, જ્યંતી ભાઈ રાણીંગા ભરત ભાઈ મોદી, એ ન. જી. ઓ ના પ્રતિનિધિઓ, શહેરના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ સંતો, મહતો, સાધુ, માતાજીના ભક્તો, કોળી સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યા માં લોકો ઉમટીયા હતા, આ શતાબ્દી મહોત્સવના અવસરે વિવિધ જાહેર માર્ગો પર આવકાર ગઇટ, તોરણો અને ઇલેક્ટ્રિક રોશની થી શણગાર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
