<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ગોંડલની સેન્‍ટમેરી સ્‍કુલમાં ફાધર દ્વારા શિક્ષકોને ત્રાસ અપાતો હોવાની પોલીસમાં લેખીત ફરીયાદ

ફાધર સિજો કહે છે કે, નિયમ મુજબ કપાત પગારની રજા કરાતા ખોટા આક્ષેપ કરી પોલીસમાં રજૂઆત કરી છે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. પ :..  અત્રે ની સેન્‍ટમેરી સ્‍કુલ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહીલાએ સ્‍કુલ નાં ફાધર દ્વારા રજા અંગે માનશીક ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ એ ડીવીઝન પોલીસ માં કરીછે.બીજી બાજુ રજા રીપોર્ટ અંગે ઠપકો આપ્‍યા સિવાય બીજુ કઇ બન્‍યુ નથી તેવો બચાવ ફાધર દ્વારા કરાયો છે.શિક્ષિકા ની ફરિયાદ નાં પગલે શિક્ષણ જગત માં ચકચાર જાગીછે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની સેન્‍ટમેરી સ્‍કુલ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને કૈલાશબાગ સોસાયટી માં રહેતા અંજલીબેન ઉનડકટે  સ્‍કુલ નાં પ્રિન્‍સિપાલ ફાધર સિજો વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ માં લેખીત રજુઆત કરી જણાવ્‍યું કે બીમારી સબબ પોતે રજા ઉપર હોય સ્‍કુલ નાં નિયમ મુજબ કો-ઓર્ડીનેટર ને વોટસઅપ મેસેજ દ્વારા જાણ કરી હતી.તેમ છતા પ્રિન્‍સિપાલ ફાધર સિજો દ્વારા હાજરી પત્રક માં કપાત પગારે રજા મુકી અન્‍યાય કરાયો હતો.

ફરજ પર હાજર થઈ આ અંગે ફાધર ને રજુઆત કરતા તેમણે ગેરવર્તન દાખવી અપમાન કરી ધાકધમકી આપી માનશીક ત્રાસ અપાયો હતો.

ફાધર સિજો સામે અમોને કાયદાકીય રક્ષણ આપવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા રજુઆત માં જણાવાયુ હતું.

બીજી બાજુ પ્રિન્‍સિપાલ ફાધર સિજો દ્વારા બચાવ કરાયો હતો કે અંજલીબેન દ્વારા રજા અંગે જાણ નહી કરાતા નિયમ મુજબ કપાત પગાર ની રજા કરાઇ હોય તેમણે જુઠ્ઠા આક્ષેપ કરી પોલીસ માં રજુઆત કરીછે.વાસ્‍તવ માં કોઈ માનશીક ત્રાસ અપાયો નથી.

બનાવ અંગે એ ડીવીઝન પોલીસ નાં દિવ્‍યરાજસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)