News of Saturday, 5th October 2024
મોરબીમાં આહીર સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનો રંગારંગ શુભારંભ
સમસ્ત આહીર (યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ જવાહરભાઇ ચાવડા અને ધારાસભ્ય હેમંતભાઇ ખવા સહિતના ઉપસ્થિત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫: સમસ્ત આહીર(યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ જવહરભાઈ પેથલજીભાઈ ચાવડા તથા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના વરદ હસ્તે આહીર સેના મોરબી જિલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે આહીર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા, આહીર સેના મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના ગુજરાત મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, આહીર સેના ગુજરાત મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ, આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા, આહીર સેના જામનગર જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ ડેર, વાઈસ ચેરમેન મોરબી નાગરીક બેંક આપાભાઈ કુંભરવાડીયા, પૂર્વ ચેરમેન મોરબી જિલ્લા પંચાયત અમુભાઈ હુંબલ, પીઆઈ ભોચિયા સાહેબ, પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા બ્રીજેશભાઈ કુંભરવાડીયા, પૂર્વ પ્રમુખ મોરબી નગરપાલિકા દેવાભાઈ અવાડીયા, રામભાઈ મા મંદિરના પ્રમુખ જશુભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય મુળુભાઈ કુંભરવાડીયા, વઢિયાર આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ ચાવડા, આહીર કેળવણી મંડળ પ્રમુખ કાળુભાઈ ચાવડા, પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા ભાવિકભાઈ જારીયા, અનિલભાઈ વારોતરીયા, ચંદુભાઈ હુંબલ, જેલાભાઈ રાઠોડ, જેઠાભાઈ મિયાત્રા તથા આહીરાણી મહામંડળના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
