News of Saturday, 5th October 2024
જામનગરમાં ‘‘અયોધ્યા-રામ મંદિર''થીમ સાથે સહિયર નવરાત્રીનો શુભારંભ
વિશાળ ઍરિયામાં ઊંચા ઊંચા ભગવા રંગના સનાતની ધ્વજ લહેરાયા : સાઉન્ડ સિસ્ટમ પર સનાતન ધર્મના ગીતો ગુંજયા : મહાનુભાવો તેમજ પરંપરાગત વષાોમાં સજ્જ યુવા ખેલૈયાઓ રામરાજ્ય સંબંધી સૂત્રો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૫ : સનાતન ધર્મમાં કેટલું વૈવિધ્ય છે અને છતાં કેટલી ઍકરૂપતા છે? તેની આછેરી ઝલક ગઈકાલે નવરાત્રીના પ્રથમ દિવસે જામનગરમાં નજરે ચડી હતી.
ગુરુવારે પ્રથમ નોરતું હતું. જામનગર શહેર છોટીકાશી તરીકે વિખ્યાત છે...અને નવરાત્રી ઍ આદ્યશક્તિની ઉપાસનાના દિવસો છે. ત્યારે શહેરના સાત રસ્તા પાસેના ઍમ. પી. શાહ કોમર્સ કોલેજના પટાંગણમાં રામનવમીની ઉજવણી સમા દ્રશ્યો સર્જાયા હતા.
રંગતાલી ગ્રુપના આયોજકો દ્વારા ‘‘સહિયર નવરાત્રી મહોત્સવ''માં નોરતાંના શુભારંભને સાંપ્રત વર્ષ ને કેન્દ્રમાં રાખી અયોધ્યા - રામમંદિરની થીમ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો.
નવરાત્રીના પૂરા વિશાળ ઍરિયામાં ઊંચા ઊંચા ભગવા રંગના સનાતની ધ્વજ લહેરાતા હતા. સાઉન્ડ સિસ્ટમ પર સનાતન ધર્મના ગીતો વાગતા હતા. દીપ પ્રાગટય માટે ઉપસ્થિત મહાનુભાવો તેમજ પરંપરાગત વષાોમાં સજ્જ યુવા ખેલૈયાઓ રામરાજ્ય સંબંધી સૂત્રો પોકારતા હતા.
સદીઓની પ્રતિક્ષા પછી અયોધ્યામાં નિર્મિત થયેલા રામમંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા દિન પ્રસંગે જેવો ઉત્સાહપ્રેરક માહોલ સર્જાયો હતો, તેવી જ ઝલક જોવા મળતી હતી.
આ ઉજવણી વચ્ચે મેદાનમાં ઍક વિશાળકાય અને કદાવર હનુમાનજીના પાત્રનું આગમન થયું. રામચંદ્રજીના પ્રીતિપાત્ર, અનન્ય ભક્ત અને કળિકાલના જાગતા દેવ મનાતા પવનસુતના હાથમાં હીરાજડિત ગદા ધારણ કરી ઍરિનામાં પ્રવેશની સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. હાજર નેતાગણ તથા બાળકોઍ બજરંગબલીના આ પાત્ર સાથે તેમને વંદના કરતા હોય તેવી તસવીરો ખેંચાવી હતી. આયોજકોની આ થીમ દર્શકોને અત્યંત પસંદ આવી હતી.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
