News of Saturday, 5th October 2024
જામનગરમાં કન્ટ્રકશનના ધંધામાં મનદુઃખ થતા રૂપિયા બાબતે પાર્ટનરને મારી નાખવાની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫ : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઈ સામતભાઈ ખોલા, ઉ.વ.૪પ, રે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક સોસાયટી શેરી નં.૩ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પ્રવિણભાઈ તથા આરોપી વિજયભાઈ ગોવિંદભાઈ આંબલીયા બંન્ને પાર્ટનરમાં કંન્ટ્રકશનનો વ્યવસાય કરતા હતા જેમાં ફરીયાદી પ્રવિણભાઈ અને આરોપી વિજય વચ્ચે મનદુઃખ થતા ફરીયાદી પ્રવિણભાઈ અને આરોપી વિજય બંન્ને સહમતીથી ભાગીદારી માંથી છુટા થયેલ હતા જે ભાગીદારીનના ફરીયાદી પ્રવિણભાઈને પૈસા લેવાના બાકી હોય જેનો ફરીયાદી પ્રવિણભાઈએ આરોપી વિજયભાઈ સામે નેગોશીયબલ કેસ કરેલ હતો જેની ગઈ કાલે સજા પડતા જેનો ખાર રાખી ફરીયાદી પ્રવિણભાઈ સાથે આરોપી વિજયભાઈનો દિકરો એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી પ્રવિણભાઈને જેમફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી ફરીયાદી પ્રવિણભાઈએ આરોપીઓને ગાળો દેવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી પ્રવિણભાઈને કહેલ આજપછી જો તુ અહીથી નીકળીશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
પત્નિ નોકરી કરતી હોય તે ન ગમતા તલવાર વડે હુમલો
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં રમીલાબેન વિપુલભાઈ પ્રેમજીભાઈ મકવાણા, ઉ.વ.૩પ, રે. ઉપલેટા, પોરબંદર રોડ, આમપ્રાલી સોસાયટી, વિનેશ ટાવરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૦-ર૦ર૪ના ફરીયાદી રમીલાબેન તથા તેમના પતિ વિપુલ પ્રેમજીભાઈ મકવાણા વચ્ચે અણબનાવ હોય જે બાબતે ફરીયાદી રમીલાબેનએ છેલ્લા ત્રણેક માસથી રાણાવાવ કોર્ટમાં ભરણપોષણનો કેસ કરેલ હોય અને ફરીયાદી રમીલાબેન માંડાસણ ગામે આવેલ આંગણવાડી- ૯ ખાતે નોકરી કરતા હોય જે આરોપી વિપુલ પ્રેમજીભાઈ મકવાણાને ગમતુ ન હોય જેથી આરોપી વિપુલ એ પોતાના હાથમાં તલવાર ધારણ કરી ફરીયાદી રમીલાબેનને આરોપી વિપુલ જાનથી મારી નાખવાના ઈરાદે માથામા તલવાર વડે જીવલેણ હુમલો કરી તલવારનો ઘા મારી ગંભીર ઈજા પહોચાડી તથા તલવાર વડે શરીરે આડેધડ ઘા મારી ફરીયાદી રમીલાબેનને જમણા હાથનો અંગુઠો તથા આંગળીઓ કાપી નાખી બંન્ને હાથ તથા પગમાં તલવાર વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
તલવાર વડે હુમલો
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈમ્તીયાઝ યુસુફભાઈ લતાણી, ઉવ.૩૦, રે. બાવરી વાસ, સિઘ્ધાર્થનગર શેરી નં.ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૯-ર૦ર૪ના ફરીયાદી ઈમ્તીયાઝ ના ઘરની બહાર આરોપીઓ બે અજાણ્યા માણસો ઉ.વ.આ.રપ-૩૦ વાળા જેમાથી એક કાળો તથા એક ઉજળો ઉભેલ હોય જેથી ફરીયાદી ઈમ્તીયાઝએ તેને અહીંયા કેમ ઉભેલ છો તે બાબતે કહેતા ઉશ્કેરાઈ જઈને ફરીયાદી ઈમ્તીયાઝને ગાળો આપી એક આરોપી પાસે તલવાર હોય જેનો એક ઘા ફરીયાદી ઈમ્તીયાઝને જમણા હાથના ખભામાં તેમજ એક ઘા ડાબા હાથમાં હથેળીમાં મારી લોહી નીકળતી ઈજા કરી તેમજ એક આરોપી પાસે લાકડાનો ધોકો હોય જે ધોકાથી માથામા મારી મુંઢ ઈજા કરી બંન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
મોબાઈલ ચોરી
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રભાઈ વિજયભાઈ મોહનભાઈ મકવાણા, ઉ.વ.ર૪, રે. કુંભનાથપરા, કાલાવડ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૯-ર૦ર૪ના ફરીયાદી ધર્મેન્દ્રભાઈનનો રીયલમી કંપનીનો સી-ર૧ વાય મોડલનો મોબાઈલ ફોન બ્લુ કલરનો જેના આઈ.એમ.ઈ.આઈ. નં.૮૬૭૮૮૬૦પ૧૭ર૮૪૧ર જેની ંિકમત રૂ.૧ર,૦૦૦/- વાળો કાલાવડ રણુજા ગામ પાસે આવેલ અક્ષર સ્પીનટેક્ષની બાજુમાં આવેલ જય દ્રારકાધીશ નામની દુકાન બહાર પડી જતા કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
દરેડમાં જુગાર રમતા ચાર ઝડપાયા
પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૦-ર૦ર૪ના દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-૩, મહાવીર સર્કલ પ્લોટ નં.૩ર૧૪ ની સામે ખુલ્લામાં આરોપીઓ મુકેશભાઈ માતૃપ્રસાાદ જાટવ, મહેદ્ર સતરામ જાટવ, બીપીન મુન્નાભાઈ જાટવ, શ્યામ શ્રીગંગાા જાટવ, એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ૧૧,૯૦૦/- મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
વીજ શોક લાગતા યુવકનું મોત
જામજોધપુર તાલુકાના સીદસર ગામે રહેતા હરીસિંહ ગોવિંદસિંહ વાળાની વાડીએ રહેતા દિનેશભાઈ રાયસીંગભાઈ પાવરા,જાતે આદીવાસી, ઉ.વ.૩૮ વાળાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર અમલ દિનેશભાઈ રાયસીંગભાઈ પાવરા, ઉ.વ.૦૭ વાળો ભાગમાં રાખેલ વાડીએ ચીભડા લેવા જતા ઈલેકટ્રીક સ્ટાર્ટર રાખેલ કુંડી પાસે ચીભડાના વેલામાંથી ચીભડા તોડવા જતા ઈલેકટ્રીક સ્ટાર્ટરમાં જમણો હાથ અડી જતા વીજ શોક લાગવાથી મરણ ગયેલ છે.
આંકડા લખતો ઝડપાયો
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી અસરફ કાસમભાઈ કચ્છી એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જુગાર રમતા પાંચ ઝડપાયા
અહી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ-૧૦-ર૦ર૪ના ગુલાબનગર, કિષ્નાપાર્ક પાસે બાવળની ઝાડીમાં આરોપીઓ રહીમ ઈબ્રાહીમભાઈ ખીરા, અબ્દુલકાદરી અલ્લાઉદીન વારીયા, સોહીલ અલ્લારખા ખીરા, અકબર ઈકબાલભાઈ મકવાણા, અકરમ કાસમભાઈ દરજાદા એ ઘોડીપાસના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૧,૧૦૦/ના મુદમાલ સાથે ઝડપાઈ ગયેલ છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
