<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

સાવરકુંડલામાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી શ્રદ્ધા અને ભકિતનો અદભુત સંગમ

 

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.પઃ સાવરકુંડલા આસો માસની નવરાત્રીમાં સાવરકુંડલા શહેરમાં માતાજીની ભક્‍તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ મંડળો દ્વારા અલગ અલગ સ્‍થળોએ માતાજી ની મૂર્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. સાવરકુંડલા શહેરની વર્ષો જૂની પરંપરા રહી છે તેમ આ વર્ષે પણ વિવિધ મંડળો એ અદભુત મૂર્તિઓનું નિર્માણ કર્યું છે.

શ્રી કળષ્‍ણ રાસ મંડળઃ આ મંડળ દ્વારા ૫૧ વર્ષથી નિરંતર વિવિધ મૂર્તિઓ બનાવે છે આ વર્ષે ખોડીયાર માતાજીની મૂર્તિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગાયુના ગોવિંદરે ઝીંઝુડા જાપોમાં આ મંડળ દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

દાસારામ યુવા ગ્રુપઃ ૧૩ વર્ષથી વિવિધ મૂર્તિઓ બનાવી રહ્યું છે ત્‍યારે આ વર્ષે હમીરજી ગોહિલ મહાદેવની મૂર્તિનું આયોજન કરતા આ ગ્રુપે દાનબાપુની જગ્‍યાની બાજુમાં આ વર્ષે પણ સુંદર સજાવ્‍યો છે.

હર ભોલે મિત્ર મંડળઃ ૪૯ વર્ષથી નિયમિત અલગ અલગ મૂર્તિઓ બનાવો છે આ વર્ષે લક્ષ્મીજીની મૂર્તિનું આયોજન કરતા આ મંડળે શિવાજીનગર ચોકમાં આ વર્ષે પણ ભક્‍તો માટે દર્શનનું આયોજન કર્યું છે.

પોપટ બોઘા યુવક મંડળઃ ૩૮ વર્ષથી વિવિધ આકર્ષક મૂર્તિઓ બનાવે છે ત્‍યારે આ વર્ષે શેઠ ચેલૈયા પ્રસંગની આબેહુબ મૂર્તિઓ બનાવતા આ મંડળે પોપટબોઘાના નાકુની આડી શેરીમાં આ વર્ષે પણ અદભુત કારીગરીનું પ્રદર્શન કર્યું છે.

શ્રી કળષ્‍ણ ગૌશાળાઃ ૧૫ વર્ષથી નિયમિત અલગ અલગ આકર્ષણ સાથેની મૂર્તિઓ બનાવતું આવ્‍યું છે ત્‍યારે આ વર્ષે શ્નસમુંદ્ર મંથનઙ્ખ થીમ પર આયોજન કરતા આ ગૌશાળાએ ગાયોના લાભાર્થે આ વર્ષે પણ દેવડા ગેટ ભવ્‍ય લાઇટિંગ સાથે સજાવ્‍યું છે

ખોડીયાર બાળ મંડળઃ ૨૧ વર્ષથી નિયમિત વિવિધ આકર્ષક મૂર્તિઓ તેમજ લાઇટિંગ સાથે આયોજન કરે છે આ વર્ષે મહાકાળી માતાજીની મૂર્તિનું સુંદર આયોજન કરતા આ મંડળે આ વર્ષે પણ ભક્‍તોને આકર્ષિત કરી રહ્યું છે.

ભગતસિંહ યુવા ગ્રુપઃ છેલ્લા ચાર વર્ષથી વિવિધ સાઉન્‍ડ તેમજ આકર્ષિત લાઇટિંગ તેમજ અન્‍ય ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ સાથેનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કષ્ટભંજન દેવની મૂર્તિનું આયોજન કરતા આ ગ્રુપે ભવ્‍ય લાઇટિંગ અને શણગારથી મંડપને સજાવ્‍યો છે.

સાવરકુંડલાની આ પરંપરા દર્શાવે છે કે શહેરની સાંસ્‍કળતિક વારસો કેટલો સમળદ્ધ છે. દરેક મંડળ પોતાની પેઢી દર પેઢી આ પરંપરાને જીવંત રાખવા માટે પ્રયત્‍નશીલ છે. આ નવરાત્રીમાં શહેર ભક્‍તિના રંગે રંગાયું છે. દરેક મંડળે પોતાની મહેનત અને કલાત્‍મક કારીગરીથી દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે.

(1:30 PM IST)