તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 5th October 2024
પિતાએ ઠપકો આપતા પુત્રી જામનગર નજીક બેડની નદીમાં આપઘાત કરવા પહોંચી પરંતુ તરુણીને પોલીસે બચાવીને વાલીને સુપ્રત કરી
પોતે પોતાનું નામ સરનામું અથવા તો પરિવારની વિગત આપતી ન હતી, અને આત્મહત્યા કરી લેવાનો પ્લાન કર્યો હોવાનું જણાવ્યું પરંતુ પોલીસ ટુકડીની સમજાવટ પછી આખરે તે સહમત થઈ અને પોતાના માતા-પિતા વગેરેના નંબર આપ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫જામનગર તા ૫, જામનગર નજીક બેડ ની નદીમાં આત્મહત્યા કરવા માટે આવેલી એક તરૂણીને સિક્કા પોલીસની ટુકડીએ સમજાવટ કરીને બચાવી લીધી છે, જયારે તેણીનું કાઉન્સેલિંગ કર્યા પછી તેના માતા-પિતાને બોલાવીને સુપ્રત કરી દીધી છે. અને ફરીથી આવા વિચારો ન કરે, તે બાબતેની સમજ આપી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક બેડ વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેઠ કોન્સ્ટેબલ સી.ડી ગાંભવા ઉપરાંત મહેશભાઈ અઘરા, બાબુભાઈ ઝાલા, તથા ધર્મિષ્ઠાબેન મકવાણા સહિતની ટુકડી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવરાત્રી ના અનુસંધાને પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન તેઓને બેડની નદીના કાંઠે એક તરૂણી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાની તૈયારી કરતાં જોવા મળી હતી. જેથી તુરતજ પોલીસ ટુકડીએ તેણીને બચાવી લીધી હતી, અને સિક્કા પોલીસ મથકે લઈ આવ્યા પછી તેણી નું કાઉન્સેલિંગ કર્યું હતું.
સૌપ્રથમ પોતે પોતાનું નામ સરનામું અથવા તો પરિવારની વિગત આપતી ન હતી, અને આત્મહત્યા કરી લેવાનો પ્લાન કર્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ ટુકડી ની સમજાવટ પછી આખરે તેણી સહમત થઈ હતી, અને પોતાના માતા પિતા વગેરેના નંબર આપ્યા હતા.
જેથી પોલીસે તરૂણીના વાલી એ જેઓ મોટી ખાવડીમાં રહે છે, તેઓ ને બોલાવી લીધા હતા, અને સમજાવટ કર્યા પછી તેમજ જરૂરી સમજ આપ્યા પછી તરુણી નો કબજો તેના વાલીને શોપિં આપ્યો હતો. પોતાના પિતાએ ઠપકો આપ્યો હોવાથી પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ઘર છોડી દીધું હોવાનું, અને બેડ ની નદીમાં આપઘાત કરવા માટે આવી હોવાનું કબુલ્યું હતું, પરંતુ પોલીસની સમજાવટના કારણે એક માનવ જિંદગી બચી ગઈ છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
