News of Sunday, 6th October 2024
પોલીસની શી ટીમ કરી છે મહિલાઓની સુરક્ષા, સીનસપાટા નાખનાર ૨૪ને પકડ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં નવલા નોરતામાં મહિલાઓની સુરક્ષા પોલીસની શી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બીજા નોરતે બાઈક ઉપર સીન સપાટાના નાખતા ૨૪ શખ્સના વાહનો ડિટેઇન કરવાની સાથે ૩ પીધેલીયાને પકડી પાડી ૨ શખ્સને હથિયાર સાથે પકડી પાડયા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિપર્વ લોકો આનંદથી માણી શકે અને લુખ્ખા તત્વો લોકોની કનડગત ન કરે તે માટે શહેરમાં શી ટીમને ગરબા સ્થળે તેમજ પેટ્રોલિંગના તૈનાત કરવામાં આવી છે ત્યારે બીજા નોરતે મોરબી સીટી એ ડિવિઝન શી ટીમે શહેરમાં ઘોંઘાટ થાય તેવા મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરાવી સીન સપાટા કરનાર ૨૪ શખ્સના બાઈક ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત ત્રણ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડી બે શખ્સની અંગઝડતીમાં હથિયાર મળી આવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
