News of Sunday, 6th October 2024
મોરબીના કબીર આશ્રમ નજીકથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના નાની વાવડી કબીર આશ્રમ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નાની વાવડી કબીર આશ્રમ પાસેથી ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૭ કીમત રૂ.૩૮૭૮ નો મુદામાલ મળી આવતા કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આ મુદામાલ સાગર ધીરુભાઈ ચાવડા પાસેથી મેળવેલ હોવાની કબુલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
