News of Monday, 7th October 2024
રાજ્યપાલના હસ્તે ડી.લીટ. પદવી પ્રાપ્ત કરનાર ડો.મહાદેવપ્રસાદ મહેતાનું જૂનાગઢમાં ૧૭ સંસ્થાઓ દ્વારા સન્માન

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૭: જાણીતા કથાકાર મહાદેવપ્રસાદ મહેતાને તાજેતરમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડી.લીટ. ની માનદ્ પદવી અપાયા બાદ જૂનાગઢની વિવિધ ૧૭ જેટલી સંસ્થાઓ દ્વારા ગતરોજ સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મસમાજના રાસોત્સવમાં યોજાયેલા સન્માન સમારોહમાં વિશાળ સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી.
જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા ઉપરાંત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદી તેમજ શહેરભરના શિક્ષણવિદો, બ્રહ્મસમાજની વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપરાંત રાજકિય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં વૈદિકશાષા અને કથાના વિષયમાં સૌપ્રથમ ડિ.લીટ. પદવીથી સન્માનિત થનારા ડો.મહાદેવપ્રસાદ શાસ્ત્રીનું શહેરક્ષભરની વિવિધ ૧૫ જેટલી સંસ્થાઓ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ ગતરોજ મોડીરાત્રે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ સંત મહેશગીરી બાપુએ સનાતન ધર્મના વરિષ્ઠ વિદ્વાનનું આવી પરંપરાગત રીતભાતથી સન્માન થાય તે ખુબ ખુશીનો વિષય હોવાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે વિદ્વાનો બધે પૂજાય છે ત્યારે અહીં વેદો અને ઉપનિષદોના જ્ઞાતા એક વિદ્વાન બ્રાહ્મણનું વિશિષ્ટ રીતે સન્માન થાય તે ખુબ ખુશીનો વિષય છે. આ કાર્યક્રમના આયોજક અને શ્રીગૌડ રાસોત્સવ સમિતિના વરિષ્ઠ આગેવાન શૈલેષ દવેએ સૌને આવકાર્યા હતાં. જયારે રાસોત્સવ સમિતિના વરિષ્ઠ આગેવાનો પત્રકાર ધીરૂભાઈ પુરોહિત, સનતભાઈ પંડ્યા અને મહેન્દ્રભાઈ ભટ્ટે સૌનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભા.જ.પ. પ્રમુખ પુનિત શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી, બ્રહ્મસમાજના આગેવાનો છેલભાઈ જોષી, હસુભાઈ જોષી, પ્રફુલભાઈ જોષી, કે.ડી.પંડયા, આરતિબેન જોષી, રૂપલબેન લખલાણી, કમલેશભાઈ ભરાડ, મહેશભાઈ જોષી, ચિરાગભાઈ જોષી, શૈલેષ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા રાસોત્સવ સમિતિના આકાશ દવે, કેતન ભટ્ટ, પિયુષ પુરોહિત, ભાર્ગવ દવે, જીજ્ઞેશ ભટ્ટ, નિરવ પુરોહિત, હિતેષ પુરોહિત, રાજુભાઈ દવે, વિરાજ પંડયા, ભાવેશ પુરોહિત, હેરત પુરોહિત સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
