<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

૧૩ થી ૨૦ ઓકટોબર દરમિયાન સૌરાષ્‍ટ્ર-દક્ષિણ-મધ્‍ય ગુજરાતમાં માવઠુ પડશે

સાવરકુંડલાના આગાહીકાર વજુભાઇ બારૈયાની આગાહી

મોટી પાનેલી,તા. ૭: ગુજરાત માં ફરી મેધરાજા જમાવટ કરશે. અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત મધ્‍ય ગુજરાત અને સૌરાષ્‍ટ્રના ભાગોમાં વરસાદ પડશે. ઓક્‍ટોબર મહિનામાં વાવાઝોડું પણ આવશે. આ વાવાઝોડું ગુજરાત ને અસર નહીં કરે. આવનાર તારીખ ૧૩ થી ૨૦ દરમિયાન સૌરાષ્‍ટ્રમાં અને દક્ષિણ ગુજરાત મધ્‍ય ગુજરાત અતિ તીવ્ર ગાજવીજ સાથે માવઠા નો માર શરૂ થઈ શકે છે. જેમાં તા. ૧૭ થી ૧૯ દરમિયાન સૌરાષ્‍ટ્ર ના દર્શાવેલ વિસ્‍તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

સૌરાષ્‍ટ્રમાં ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ જામનગર જામખંભાળિયા બોટાદ સુરેન્‍દ્રનગર બનાસકાંઠા સહિતનાં વિવિધ વિસ્‍તારોમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ વાપી અને મધ્‍ય ગુજરાતમાં ખંભાત વડોદરા લીંબડી નડિયાદ આણંદ સહિત અન્‍ય વિસ્‍તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેમજ મધ્‍ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કચ્‍છ માં છુટાછવાયા ઝાપટા તો અમુક વિસ્‍તારોમાં ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે રાજકોટ જુનાગઢ અમરેલી જિલ્લામાં અમુક વિસ્‍તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેમજ નદીઓમાં પુર પણ આવી શકે છે. તેમ સાવરકુંડલાના આગાહીકાર વજુભાઇ બારૈયાએ જણાવ્‍યું છે

(11:29 AM IST)