News of Monday, 7th October 2024
જૂનાગઢ જીલ્લામાં નવરાત્રીમાં ૨૯૭ સામે કાર્યવાહી
એસપી હર્ષદ મહેતાની આગેવામાં ટ્રાફીક નિયમનની મેગા ડ્રાઇવ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭: નવરાત્રી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જૂનાગઢ રાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટ્રાફીક પોઈન્ટ તેમજ શહેરના અલગ-અલગ રસ્તાઓ તથા તાલુકા લેવલ પર ટ્રાફીક પોઈન્ટ પર નવરાત્રી તહેવાર દરમ્યાન ટ્રાફીક ને લગતા કોઈ બનાવ બનવા ન પામે તે સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક નિયમન અંગેની મેગા ડ્રાઇવની કામગીરી કરીને ૨૯૭ સામે કાર્યવાહી કરાઇ હતી.
જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના કેસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ, કાળા કાચ, નંબર પ્લેટ વિનાના વાહન, જી.પી.એકટ-૧૧૦ મુજબ તથા ટ્રાફીક ને લગત અન્ય હેડ કલમની કામગીરી કરવા જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠકકર નાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્ટે.નાં થાણા અધિકારીઓ દ્વારા અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
