તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 7th October 2024
રાણાવાવના બરડા ડુંગરમાં એલસીબી ટીમે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી બંધ કરાવી
બરડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડીને તૈયાર દારૂ ૧૩૦ લીટર અને આથો ૬૦૦ લીટર પકડી લીધોઃ આરોપી નાસી ગયો

પોરબંદર, તા., ૭ : રાણાવાવના બરડા ડુંગરમાં શેરમણની નેસમાં વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોરબંદર એલસીબી ટીમે દરોડો પાડીને આ દારૂની ભઠ્ઠી બંધ કરાવી દીધી હતી.દરોડા દરમિયાન આરોપી નાસી ગયેલ છે.
એલસીબી ઇન્ચાર્જ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલિંગ દરમ્યાન હીમાંશુભાઇ મક્કા તથા નટવરભાઇ ઓડેદરાને મળેલ બાતમી રે. બરડા ડુંગર શેરમણકીનેશ તા. રાણાવાવ જી. પોરબંદરવાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દારૂ લી. ૧૩૦ કી. રૂ. ર૬૦૦૦ તથા દારૂની વાસવાળા પ૦-પ૦ લીટરના પ્લાસ્ટકના કેરબા નંગ-ર કી.રૂ. ર૦૦ તથા દારૂની વાસવાળા ૧પ-૧પ લીટરના પતરાના ડબ્બા નંગ ર કી. રૂ. ૧ં૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૦૦ કી. રૂ. ૧પ૦૦૦ તથા આથાની વાસવાળા ર૦૦-ર૦૦ લીટરના પ્લાસ્ટકના બેરલ નંગ-ર કી. રૂ. ૮૦૦ તથા પ્લાસ્ટીકના ર૦૦-ર૦૦ લીટરના ખાલી બેરલ નંગ-ર કી. ૮૦૦ આથાની વાસવાળુ ર૦૦ લીટરનું પતરાનું બોઇલર બેરલ નંગ-૧ કી. રૂ. ૪૦૦ તથા ર૦૦ લીટરનું પતરાની ફીલ્ટર બેરલ નંગ-૧ કી. રૂ. ૪૦૦ તથા પતરાના ૧પ-૧પ લીટરના ખાલી ડબ્બા નંગ-ર૦ ની કી. રૂ. ૧૦૦ તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૧ કી. રૂ. પ૦૦ મળી કુલ રૂ. ૪૪ર૧૦ નો મુદામાલ પકડી લીધો હતો.
દારૂ દરોડામાં આરોપી નાથા જીવાભાઇ રબારી રહે. બરડાડુંગર શેરમણકીનેશ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરાવેલ છે. આરોપી દરોડા દરમિયાન નાસી ગયેલ છે.
બરડા ડુંગરમાં દેશી દારૂ ઉપર દરોડાની આ કામગીરીમાં એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, નાથીબેન કુછડીયા તથા નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
