<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

પોરબંદરની ભદ્રકાલી ગરબીમાં નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મનું સામર્થ્ય : પૂ.ભાઇશ્રી

દિવેચા કોળી સમાજની પ્રાચીન ગરબીના શતાબ્દી મહોત્સવ ઉજવણીનો પ્રારંભ : બીજા નોરતે રાષ્ટ્રીય સંતશ્રી ઉપસ્થિત રહયા માઇક વિના અને માત્ર પુરૂષો માટેની ગરબીમાં માતાજીના ગુણગાન ગાવાની પરંપરા

પોરબંદર, તા., ૭: પ્રાચીન ભદ્રકાળી ગરબીમાં સૂર અને શબ્દમાં  નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મનુ સામર્થ્ય છે તેમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પ્રાચીન સંસ્કૃતિની જ્યોત જગાવતી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી ગરબી મંડળનો શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બીજા નોરતે ઉપસ્થિત રહીને જણાવ્યું હતું.  

ભદ્રકાલી માતાજીની ગરબી મંડળની શતાબ્દી મહોત્સવનુ  દિવ્ય આયોજનમાં સૌરાષ્ટ્ર ભરની અનોખી આ ગરબીમાં માત્ર માત્ર ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરનાર ગાયક દ્વારા  ગવડાવ વામાં આવે છે અને ૯૯ વર્ષથી માઈક વિના શ્રી માતાજીના ગુણ ગાન ગાવા ની પરમ્પરા રહ્યી છે. આ ગરબી માત્ર પુરુષો માથે ટોપી પહેરીને ગરબા રમેછે

લીમડા ચોક ખાતે શ્રી ભદ્રકાલી માતાજીના  પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા  પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબી મંડળ ૯૯ વર્ષ પુરા કરી આ વર્ષથી ૧૦૦ વર્ષ પુરા થતા હોય  આ વર્ષે આ ગરબી મંડલનો શતાબ્દી મહોત્સવના બીજા નોરતે પોરબંદરના સાંદીપનિ વિદ્યા નિકેતનના પ્રણેતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક  ઉપસ્થિતી રહી હતી

આ મહોત્સવની ઉજવણી નોરતાના પ્રારંભ પોરબંદરની શ્રી ભદ્રકાલી દિવેચા કોળી સમાજ ગરબી મંડળના સેવા કર્મી પ્રમુખ  રામજીભાઈ છગનભાઇ બામણીયા  સ્વાગત પ્રવચનમાં જણાવેલ  કે,  અમારા પૂર્વ સુરીઓ એ  આ પરમ પરા જાળવી રાખી છે અમારું સદભાગ્ય છે કે ભદ્રકાલી માતાજીએ  આ ગરબીનો શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવાનો અમોને અવસર આપ્યો છે.  તેમણે આ વૈશ્વિક ઓળખ ધરાવતી  આ ગરબીમાં દેશ વિદેશના દાતા ઓ અને ટ્રષ્ટી શ્રીઓનો ઉમદા સહયોગ મળ્યો.

આ દિવેચા કોળી સમાજ આયોજિત શ્રી ભદ્રકાલી માતાજી ગરબી મંડળના શતાબ્દી મહોત્સવના બીજા નોરતે  આદ્ય શકિત દુર્ગાના નવસ્વરૂપ પૈકી  બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે આ અવસરે વિક્રમ સવઁત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઈ સોલંકી તથા તેના પરિવાર દ્વારા માતાજીના ગરબાની  સ્વર, તાલ, લય જે ગરબીમાં જોવા મળે છે જેમાં ૫૦ ગરબાનો સમાવેશ કરવામાં આવેલ છેઆ ગરબા વલિ પુસ્તકનુ વિમોચન પોરબંદર સાંદિપની વિદ્યા નિકેતન ના ણેતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવેલ બાદ ભદ્રકાળી માતાજી ગરબી મંડળ એ ભારતીય સંસ્કૃતિને અકબંધ રાખવા બદલ અભિનંદન  આપતાં જણાવ્યું હતું કે, ઘમાલ વગરની પરમ ભગવતીની સાધના સાથે આ ગરબી સોં વર્ષ સુધી ટકાવી રાખી છે તે સરાહનીય છે. હું જયારે વિદેશના ફિજીમાં શ્રીમદ ભાગવત કથા કરતો હતો ત્યારે અહીંની સંસ્કૃતિ ત્યાં જોઈને રાજીપો થયો કે આપણી સાંસ્કૃતિક ધરોહરસમાન સંસ્કૃતિ સીમાડા વટાવીને ત્યાં પહોંચીએ ગૌરવરૂપ છે. ભદ્રકાળી માતાજીની શતાબ્દી ગરબી આપણા   સાંસ્કૃતિક વારસાને જીવંત રાખી છે સ્વ જાદવ ભાઈ સોલંકી રજિતનો  ઢાળ, લય  આપણને ઊર્જા આપે છે  આ ગરબીમાં સાત્વિકતા, ભકિત, અને સાદગી  હૈયાને ટાઢક આપે છે ભદ્રકાળી માતાજી ગરબીમાં સૂર અને શબ્દમાં નાદ બ્રહ્મ અને શબ્દબ્રહ્મનુ સામર્થ્ય છે.

  ડા.ે વી. આર. ગોઢાણીયા બી. એડ પ્રિન્સિપાલ બાદ ડાયરેકટર પદે રહીને શિક્ષણ, સમાજ, સેવા, આધ્યાત્મિક ક્ષેત્રે  શહેરને ધબકતું રાખ્યું છે અને ગૂજરાતના  રાજ્યપાલના હસ્તે  ગુજરાતના કેળવણીકાર તરીકે એવોર્ડ આપેલ છે અને ૭૦ વર્ષે પણ  સમાજ ઉત્કર્ષ  પ્રવૃર્તિમાં સક્રિય યોગદાન આપી  રહ્યા છે.

ટ્રષ્ટી શ્રીઓ  રામજી ભાઈ બામણીયા,  ફુલ ભાઈ બામણીયા,  બાબુ ભાઈ ભાલીયા, પ્રેમજી ભાઈ વાજા, ભીખુ ભાઈ મકવાણા ભદ્રકાલી માતાજી મંદિરના ઋષિ કુમારો  અરવિંદભાઈ આચાર્ય, બિપિન ભાઈ આચાર્ય  કમલેશભાઈએ મહાનુભાવોને પુષ્પ ગુચ્છ અર્પણ કરી ને અભિવાદન કરવામાં આવેલ હતું   અને ટ્રષ્ટિશ્રીઓ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓનુ પણ પૂજ્ય ભાઈશ્રીના હસ્તે પણ ભાવપૂજન કરવામાં આવેલ હતું . સેવાકર્મી  જગદીશભાઈ અગ્રાવત, નિલેશભાઈ  સાતા, અરવિંદ ભાઈ આચાર્ય, વલ્લભભાઈ બામણીયા, ગોવિંદભાઈ બામણીયા, જેન્તીભાઇ બામણીયા, વિનોદ ભાઈ બામણીયા, ભીખુભાઈ સોલંકી, કાંતિભાઈ કેશવજી રાણીંગા, જગદીશભાઈ  સોલંકી,  રમેશભાઈ સોલંકીનુ  ભાઈશ્રીના હસ્તે ભાવપૂજન કરવામાં આવેલ હતું.

સમગ્ર કાર્ય ક્રમનુ સંચાલન પોરબંદરના કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડા.ઈશ્વરભાઈ ભરડાએ સંભાળ્યું હતું. જયારે આભારવિધિ   સમાજશ્રેષ્ઠિ નારણભાઇ બામણીયા એ કરી હતી.

સંકલનઃ-

પરેશ પારેખ-પોરબંદરલૃ

(2:22 PM IST)