<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ગૃહમંત્રીના કચ્છ પ્રવાસ પૂર્વે ૪૦૦ ઘેટા બકરા ઝડપાયા: ક્તલખાને લઇ જવાની આશંકા વચ્ચે બે ઘેટા મૃત મળ્યા

ગૌહત્યા નિષેધ હોવા છતાંયે કચ્છમાં ગૌમાંસ ઝડપાવવાના કિસ્સાઓ વધ્યા, કાયદાની કડક અમલવારી માટે તંત્ર અને સરકાર વધુ જાગૃત બને

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  બુધવારે રાજ્યના ગૃહમંત્રી કચ્છ આવી રહ્યાના સમાચાર પૂર્વે જ સોમવારે રાત્રે ઘેટા બકરા ભરેલી બે ટ્રક ઝડપાઈ હતી. જોકે, જીવદયા પ્રેમીઓની જાગૃતિ અને સક્રિયતાને પગલે પોલીસને જાણ કરાયા બાદ દયાપર થી અમદાવાદ ૪૧૫ જીવ ઘેટા બકરા લઇ જવાતા હોવાની વાત બંને ટ્રક ચાલકોએ કરી હતી. આ જીવોને ઠાંસી ઠાંસી ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ભર્યા હોઈ બે જીવ ના મોત નિપજ્યા હતા. પોલીસે ટ્રક સાથે ઝડપેલા કચ્છના મીઠડી ગામના અઝહરૂદીન સિદિક મુતવા અને પાટણના મુસ્તાક અબ્બાસ સુનાસરાની પૂછપરછ શરુ કરી છે. અત્યારે આ મૂંગા પ્શુઓને રુદ્રાણી (ભુજ) પાંજરાપોળ મૂક્યા છે. જોકે, રાજ્ય સરકારે ગૌહત્યા સામે કડક કાયદો ઘડ્યો હોવા છતાંયે કચ્છમાં અવારનવાર ગૌમાંસ ઝડપાઈ રહ્યું છે. ગત અઠવાડિયે ત્રણ કિસ્સાઓ ઝડપાયા હતા. કાયદાનો ભંગ કરી ધાર્મિક લાગણી દુભવતા ગૌહત્યા ના બનાવો અટકાવવા સરકાર અને તંત્રે આકરા પગલાં સાથે કાયદાની ધાક બેસે એવી કાર્યવાહી કરવી જોઈએ એવું જીવદયા પ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.

(10:04 AM IST)