News of Wednesday, 9th October 2024
પોરબંદરમાં બંધ મકાનમાંથી પોણા દસ લાખની ચોરીનાર આરોપીઓ ઝડપાયાઃ અન્ય એક કિશોરની સંડોવણી ખૂલી
ચોરીમાં નાસી ગયેલ કિશોરની તપાસઃ ચોરી થયેલ રોકડ-ચાંદીના-સિકકા તથા સોનાના-દાગીના આરોપીઓ પાસેથી જપ્ત કમલાબાગ પોલીસે ચોરીનો ર૪ કલાકમાંભેદ ઉકેલ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૯ :.. ઝવેરી બંગલા સામે બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ ૯,૬૮ લાખની ચોરીના ર આરોપીઓ અરૂણ વાઘેલા અને લેખરાજ બાબુને કમલાબાગ પોલીસે પકડીને ચોરીનો ર૪ કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસ દ્વારા તપાસમાં પોણા દસ લાખની ચોરીમાં અન્ય કિશોરની સંડોવણી હોવાનું ખુલ્યું છે આ કિશોર હાલ ફરાર છે. અને પોલીસ તેને શોધી રહી છે.
ઝવેરી બંગલા સામે બંધ રહેણાંક મકાને થી કોઇ અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના રહેણાંક મકાનમાં પાછળની ખુલ્લી જગ્યાએથી મકાનની પોર્ચ (ઓ. ટી. એસ.) મારફતે કોઇ પણ રીતે મકાનમાં અંદર પ્રવેશ કરી રહેણાંક મકાનમાં પ્રથમ માળેલ આવેલ રૂમમાં મંદિરની અંદર સ્ટીલના ડબરામાંથી ફરીયાદી તથા ફરીયાદીના મમ્મીના અલગ-અલગ પ્રકારના સોનાના ઘરેણાઓ તથા ઉપરના બીજા માળે રૂમના કબાટમાં એમ બન્ને જગ્યાએ રાખેલ આશરે ૧૮ તોલા ૮ ગ્રામના સોનાના ઘરેણા જેની સરેરાશ એક તોલાની આશરે કિ. રૂા. પ૦,૦૦૦ લેખે કુલ કિ. રૂા. ૯,૪૦,૦૦૦ તથા રોકડા રૂા. ૧ર,પ૦૦ તથા ચાંદીના નાના-મોટા સીકકાઓ નંગ-રપ જેની કિં. રૂા. પ૦૦૦ મળી કુલ કિ. રૂા. ૯,૬૮,પ૦૦ ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ જે અન્વયે કમલાબાગ પો. સ્ટે. બી. એન. એસ. કલમ-૩૦પ, ૩૩૧ (૪) મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.
બંધ મકાનમાંથી ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપરથી તપાસ શરૂ કરીને જેના આધારે ર આરોપીને પોલીસે પકડી લીધા હતાં.
આ બન્ને આરોપીઓની પુછપરછમાં ચોરીમાં સાથે અન્ય કિશોર હોવાનું ખૂલ્યું હતું. આ કિશોરને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પીઆઇ આર. સી. કાનમિયા તથા સર્વેલન્સ પીઆઇ એ. બી. દેસાઇ તથા સર્વેલન્સ સ્ટાફ એએસઆઇ આર. એમ. કાથડ, એન. એસ. દેસાઇ, યુપીસી એન. ટી. ભટ્ટ, એસ. એમ. જાંબુચા, સી. જી. મોઢવાડીયા, આર. કે. દાફડા, એસ. એ. બકોતરા, યુપીસી ભીમશી પરબતભાઇ, વિય ખીમાભાઇ, સાજન રામશીભાઇ, સુરેશ કીશાભાઇ, દક્ષાબેન ગીજુભાઇ વિગેરે રોકાયેલ હતાં.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
