<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ગોંડલમાં મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્‍યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્‍સવ

મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્‍યા વિદ્યાલય દ્વારા છેલ્લા ૭૯ YEARS થી નવરાત્રી મહોત્‍સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી રાસ , ગરબા રાસ , તલવાર રાસ , થાળી રાસ તથા કચ્‍છી રાસ વગેરે પ્રાચીન તથા અર્વાચીન ગરબાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી.જેમાં નેક નામદાર મહારાજા સાહેબ શ્રી હિમાંશુસિંહજી  ઓફ ગોંડલ, રાજમાતા સાહેબ શ્રી કુમુદકુમારીજી ઓફ ગોંડલ , સાંસદ સભ્‍ય મહારાણા સાહેબ કેસરીદેવસિંહજી ઓફ વાંકાનેર , ઢાંક દરબાર  રાજસિંહજી તેમજ રાણીસાહેબ, બોમ્‍બે ઓપેરા હાઉસ આશિષભાઈ દોષી , અનિરુધ્‍ધસિંહ તેમજ હર્ષાબા જાડેજા - રીબડા , ભુવનેશ્વરી પીઠ થી ડો. રવિદર્શનજી તેમજ આયુષીબેન , ગોંડલ નગરપાલિકાના ચેરમેન શ્રી રાજેન્‍દ્રસિંહજી જાડેજા, ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ કાન્‍તાબેન જયંતીભાઈ સટોડિયા , DYSP ઝાલા સાહેબ , તળપ્તીબા રાઓલ તેમજ ગોંડલ રાજપૂત સમાજ મહિલા મંડળ , યુવક મંડળ તથા રાજપૂત સમાજના તમામ પ્રમુખ - ઉપપ્રમુખ તથા હોદેદારો એ હાજરી આપી પોતાનો કિમતી સમય રાજપૂત સમાજના દિકરીઓ માટે ફાળવ્‍યો.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેક નામદાર સાહેબ હિમાંશુસિંહજી એ બધા જ દિકરીઓને લ્‍હાણી આપી બિરદાવ્‍યા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ ભાવેશ -ભોજાણી-ગોંડલ)

(12:01 PM IST)